Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રૂ. ૩૦ લાખની છેતરપીંડીના ગુનામાં પકડાયેલા આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા.ર : અમદાવાદ ગ્રામ્ય ધંધુકા ગામે રોકાણ્કારો પાસેથી અંદાજે રૂ. ૩૦,૦૦,૦૦૦/- જેટલી રકમ ઉઘરાવી પરત ન ચુકવતા આ ગુના સબબ ધંધુકા પો.સ્ટે.માં તા. ૩૧-૦૩-ર૦૧૯ના રોજ ઇ.પી.કો.કલમ ૪૦૯, ૧૧૪ તેમજ જી.પી.આઇ.ડી. એકટની કલમ ૩ મુજબની ફરીયાદ નોંધાવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. દરમિયાન આ કેસના આરોપીઓએ જામીન મુકત થવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુકમાં હકિકત એવી છે કે, આ કામના આરોપી અતુલકુમાર સીંગ નાએ ચીફ મેનેજીંગ ડાયરેકટર તરીકે સરકાર માન્ય આર. બી.આઇ. બેંક માન્યતા પ્રાપ્ત યુવાનીધી ગ્રુપ નઇ સોચ નઇ રાહ નામની સેવિંગ, ડેઇલી તથા મંથલી અને ફીકસ ડીપોઝીટના એકથી પાંચ વર્ષ સુધીના બેંકર તરીકે સમગ્ર ગુજરાત રાજયની ઓથોરીટી મેળવીને બાબતેની બુકલેટ છુપાવી અમદાવાદ ખાતે હેડ જણાવતા હતા અને આ સ્કીમમાં સાતથી સાડા સાત ટકા જેટલું વ્યાજ આપવામાં આવશે તેમ પણ જણાવવામાં આવતુ હતુ આ કામે ઓફીસમાં તેમજ એજન્ટો મારફત પૈસા ઉઘરાવવામાં આવતા હતા. તેમજ તે અંગેની પહોચો સહી સિકકા સાથે આપવામાં આવતી હતી અને તે સબબ ગ્રાહકોને પાસબુકમાં એન્ટ્રી પણ કરી આપવામાં આવતી હતી. તેમજ થોડો સમય માટે પાકતી મુદતો દરમિયાન ગ્રાહકોને પૈસા પણ પરત આપી દેવામાં આવતા હતા.

ત્યારબાદ આરોપી રણછોડભાઇ નાથાભાઇ બાવળીયા કે જે ગામ વિંછીયા જી. રાજકોટના વતની છે. તેમણે પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા અમદાવાદની સેસન્સ કોર્ટમાં અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી વિછીંયાના એડવોકેટ શ્રી હજરત આર. કુરેશી તેમજ રાજકોટના રણજીત એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર રોકાયેલ હતા.

(4:10 pm IST)