Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સૌરાષ્ટ્ર વેલનાથ સેનાના અધ્યક્ષપદે દેવજી ફતેપરા

ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના શૈક્ષણિક, સામાજિક, આર્થિક વિકાસ માટે મીટીંગ મળી

રાજકોટઃ તા. ૨૮-૬-૨૦૨૦ના રોજ સૌરાષ્ટ્ર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના આગેવાનોની મીટીંગ યોજાઈ ગઈ. આ મીટીંગ પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરાના અધ્યક્ષ સ્થાને દિપ પ્રાગટયથી શરૂ કરાઈ હતી. ત્યાર બાદ શ્રી ચંદુભાઈ શિહોરાના સ્વાગત પ્રવચન બાદ એક પછી એક આગેવાનોએ સમાજના વિકાસ માટે ચર્ચા કરી હતી. સમાજના આર્થિક વિકાસ, શૈક્ષણિક, સામાજિક વિકાસ માટે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ ધંધા માટે લોન સહાય માટે ગુજરાત કોળી અને ઠાકોર વિકાસ નિગમ તથા વિચરતી નિમુકત જાતિ નિગમમાંથી લાભ મળે તે માટે ગુજરાત કરવા હેતુથી ઉપસ્થિત આગેવાનોને ભાર મુકયો હતો.

આ મીટીંગમાં પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા, સુરતથી બંસીભાઈ ગોડકીયા, મોરબીથી ગોરધનભાઈ કુંવરીયા બરવાળા-રાણપુરથી ભરતભાઈ નાવડા, સુરેન્દ્રનગરથી નાગરભાઈ ઉર્ફે મામ ટાયરવાળા, ઉકાભાઈ ધોળકીયા, નારણભાઈ શિરોયા, કિશોરભાઈ વસવેલીયા, અમરેલી ધારીતી રાજુભાઈ સાવડીયા, મેહુલભાઈ ચલાલા, અમીતભાઈ સોલંકી વગેરે હાજર રહ્યા હતા.

આ મીટીંગનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રમાં વેલનાથ સેનાની રચના કરવાનો હતો. મીટીંગના અંતે વેલનાથ સેનાના અધ્યક્ષ સ્થાને પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ ભરતભાઈ મકવાણાએ કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પરેશભાઈ ડાબસરાએ કરેલ. આગામી સમયમાં લોકડાઉન પૂર્ણ થયે સૌરાષ્ટ્રની તમામ વિધાનસભા વિસ્તારમાં મહાસંમેલન યોજી વેલનાથ સેનાનું નવનિર્માણ કરવામાં આવશે. તેવુ નવા નિમાયેલ સેના પ્રમુખ દેવજીભાઈએ જણાવેલ.

(4:10 pm IST)