Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સમગ્ર રાજકોટ શહેર-જીલ્લામાં સરકારી જમીનો ઉપરના દબાણો અંગે સર્વે શરૂ : દરેક સરકારી જમીન ઉપર બોર્ડ મૂકો

તાલુકા મામલતદારે ૧૦૦ કરોડની જમીન કોઠારીયા-વાવડી-ઘંટેશ્વર સહિતના વિસ્તારમાં ખૂલ્લી કરાવી : નવાગામ રાજકોટમાં ભળ્યું : હવે ત્યાંની સરકારી જમીનો અંગે પણ સર્વે શરૃઃ ટીડીઓ-પ્રાંતને ૮ દિ'માં રીપોર્ટ આપવા તાકીદ

રાજકોટ, તા. ર : રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરની અંદર અને શહેર બહાર સરકારી જમીનો સર્વે કરી કુલ કેટલા દબાણો છે તેની માહિતી આપવા આદેશો કરાયા છે. ખાસ કરીને રાજકોટ તાલુકામા તાલુકા મામલતદાર દ્વારા કોઠારીયા-માધાપર-ઘંટેશ્વર-વાવડી-ખોખડદડ, ગવરીદડમાં કુલ ૮૯ હજાર ચો.મી. જમીન કે જેની કિંમત હાલ ૧૦૦ કરોડ ૭ર લાખથી વધુ થવા જાય છે. તે જમીનો ઉપરના કુલ ૬૮ દબાણો ઉભા થઇ ગયા હતાં. તે દૂર કરાયા છે. આવી જ રીતે દક્ષિણ મામલતદાર દ્વારા મવડી સર્વે નં.૧૯૪ની પ૯૦૦ ચો.મી. જમીન ઉપર ૧પ દબાણકારોએ પ કરોડની સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તે દૂર કરાયું છે.

કલેકટરે ઉમેર્યું હતું કે, નવાગામને રાજકોટમાં ભેળવી દેવાયું છે, હવે ત્યાંની સરકારી જમીનો ઉપર દબાણનો સર્વે કરવા ટીડીઓ-પ્રાંતને કહેવાયું છે.

આ ઉપરાંત દબાણો ખૂલ્લુ કરાયેલ જમીન ઉપરાંત આસપાસના વિસ્તારમાં કેટલી સરકારી જમીન છે તે જાણી અને તેની બોર્ડર નક્કી કરી દરેક સ્થળે ખાસ સરકારી જમીનના બોર્ડ મૂકવા પણ સૂચના અપાઇ છે. આવી સૂચના સમગ્ર જીલ્લાના મામલતદારો-ડે. કલેકટરોને અપાયાનું કલેકટરે ઉમેર્યું હતું.

તાલુકા મામલતદારે છ માસમાં ૧૦૦ કરોડના દબાણો દૂર કર્યા

ગામનું નામ

સર્વે નંબર

ક્ષેત્રફળ(ચો.મી.)

કિંમત

દબાણદારોની  સંખ્યા

કોઠારીયા

૩પર

    ૭૩૦૦

૧૪૬૦૦૦૦૦૦

૧પ

કોઠારીયા

ર૧૧

  ૪૭૦૦૦

૧૪૧૦૦૦૦૦૦

  ૩

કોઠારીયા

૩પર

    ૪૯૦૦

  રપ૦૦૦૦૦૦

  ૧

માધાપર

૧૧૧

     ર૧૦૦

  રપર૦૦૦૦૦

  પ

માધાપર

૧૧૧

     ૧ર૦૦

  ૧૮૦૦૦૦૦૦

  ૪

ઘંટેશ્વર

૧પ૦

       ૧૦૦

     ૧રપ૪૧પ૦

  ૧

વાવડી

૧૪૯

  ૧૬૦૦૦

૬૪૦૦૦૦૦૦૦

૩૪

ખોખડદડ

ર૬૪

     ર૪૦૦

      ૯૬૦૦૦૦

  ૩

ગવરીદડ

પ૧ર

    ૮૦૦૦

  ૭પ૦૦૦૦૦૦

  ર

 

કુલ

  ૮૯૦૦૦

૧૦૭ર૪૧૪૧પ૦

૬૮

(4:07 pm IST)