Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ગોકુલ હોસ્પિટલના કોરોના વોરિયર્સઃ ડો.અંકિત માકડીયા તેમજ ડો. જીગરસિંહ જાડેજા ફરી દર્દીઓની સેવામાં

૨૧ દિવસનો કવોરોન્ટાઇન સમય સફળતાપૂર્વક પુરો કરી ફરીથી જુસ્સો અને આત્મવિશ્વાસ સાથે કાર્યરત

રાજકોટ,તા.૨:ગોકુલ હોસ્પિટલ, રાજકોટના બે ડોકટર્સ કોરોનાથી સંક્રમિત થયા હતા, ૨૧ દિવસનો કવોરોન્ટાઈન પિરિયડ સફળતાપૂર્વક પૂરો કરી ફરીથી પહેલા જેવા જ જુસ્સા અને આત્મવિશ્વાસ સાથે ડો. અંકિત માકડીયા (ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ) તેમજ ડો. જીગરસિંહ જાડેજા (ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન) ગોકુલ હોસ્પિટલ ખાતે કાર્યરત થઇ ગયા છે.

ડો. અંકિત માકડીયા તેમજ ડો. જીગરસિંહ જાડેજા જણાવે છે કે તેઓ ૧૦ દિવસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અને ૧૧ દિવસ ઘરે આમ કુલ ૨૧ દિવસનાં કવોરોન્ટાઈન પિરિયડમાં રહ્યા હતા.

સામાન્ય રીતે ૭ થી ૧૦ દિવસ માં કોરોના વાઇરસ માનવ શરીરમાં એકિટવ રહેતો હોય છે, ૨૧ દિવસના કવોરોન્ટાઈન પિરિયડ તેમજ સારવાર બાદ કોરોનાના દર્દી થકી અન્યને સંક્રમણ થવાની શકયતા રહેતી નથી. આસપાસ કોઈ કોરોના સંક્રમિત વ્યકિત હોય કે જેનો કવોરોન્ટાઈન પિરિયડ ચાલુ હોય, તો તેનાથી ડરવાની જરૂર નથી પણ સોશિયલ ડિસ્ટન્સ ચોક્કસપણે જરૂરી છે, આવા દર્દીઓની સાથે અણછાજતુ વર્તન ન કરીએ અને આ કપરો કાળ પોઝિટિવ વાતો કરી તેને માનસિક સપોર્ટ આપીએ, માસ્ક અચૂક પહેરીએ અને હાથ વારંવાર સાબુથી ધોતા રહીએ.સારવાર દરમિયાન ડોકટરે આપેલી સૂચનાઓનું પાલન કરીએ, નિયમિત દવાઓ અને પૌષ્ટિક ખોરાક લેતા રહીયે જેથી આપણી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય. કોરોના સામેની લડાઈમાં સજાગતા સાથે આ પગલાં ખુબ જરૂરી છે.ડો. અંકિત માકડીયા તેમજ ડો. જીગરસિંહ જાડેજા દર્દીઓની સારવાર માટે રાબેતામુજબ ગોકુલ હોસ્પિટલ - વિદ્યાનગર મેઈન રોડ તેમજ કુવાડવા રોડ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે.

(4:01 pm IST)