Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કોર્પોરેશનની લાયબ્રેરીમાં જુના મેગેઝીન 'સેલ'ને જબ્બર પ્રતિસાદઃ બે દિ'માં રપ૦૦ વેંચાઇ ગ્યા

સફારી, ટ્રાવેલ્સ, નેશનલ અને હેલ્થને લગતા મેગેઝીનોનું વેચાણ વધુ થયું: ૧૦% વળતર સાથે ૧૦મી સુધી વેંચાણ ચાલુ

રાજકોટ તા. ર : મ્યુ.કોર્પોરેશન દ્વારા ગઇ કાલથી શહેરની ૬ લાઇબ્રેરીઓમાં રહેલા ગત વર્ષના જુના મેગેઝીનોનુ ૧૦% વળતર સાથે વેંચાણ શરૂ થયું છે. જેને પુસ્તક પ્રેમીઓએ જબ્બર પ્રતિસાદ આવતા ગઇકાલે પ્રથમ દિવસેજ ૧૯૦૦ અને આજે વધુ પ૦૦ થી ૬૦૦ મેગેઝીનો વેંચાઇ ગયા હતા.

સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ ૧ થી ૧૦ જુલાઇ દરમિયાન મ્યુ.કોર્પોરેશનની ૬ લાયબ્રેરીઓમાંથી ગત વર્ષના જુના મેગેઝિનો મુળ કિંમતમાં ૧૦% વળતરથી વેચવા માટે સેલ શરૂ કર્યું છે.

સેલના પ્રથમ દિવસે એટલે કે ગઇકાલે ૧૯૦૦ મેગેઝિનો વેચાઇ ગયા હતા જેના થકી તંત્રને ૧૦ હજારની આવક થયેલ આજે પણ પ૦૦ થી ૬૦૦ મેગેઝીનો વેંચાઇ જવાનો અંદાજ છે.

જે મેગેઝીનો વેંચાઇ રહ્યા છે તેમાં સફારી, ટ્રાવેલ્સ, નેશનલ અને હેલ્થને લગતા મેગેઝીનોનું વેચાણ વધુ હોવાનું બહાર આવ્યું છે.

છેલ્લા ૪ વર્ષમાં ૩પ હજાર મેગેઝિનોમાંથી ૯ હજાર વેંચાયાઃ ૩૦ હજારની આવક

રાજકોટ તા. ર : મ્યુ.કોર્પોરેશનની લાયબ્રેરીઓમાંથી છેલ્લા ૪ વર્ષમાં ૩પ હજાર મેગેઝીન પૈકી ૯ હજાર મેગેઝીનોનું વેચાણ વળતર યોજનાથી થયું છે. જેના થકી તંત્રને ૩૦ હજારની આવક થઇ છે. જેની દરેક વર્ષના વેચાણ વગેરેની વિગતો આ મુજબ છે.

વર્ષ

મેગેઝીન કુલ

વેચાણ કિંમત

વેચેલ મેગેઝીન કુલ

ર૦૧૬-૧૭

૭૯પ૩

૮૩૦૦

ર૦પ૬

ર૦૧૭-૧૮

૮૭૬૧

૯૬૦૭

ર૧૬પ

ર૦૧૮-૧૯

૭૯૮૩

૧૧૭૮૭

ર૩૮૦

ર૦૧૯-ર૦

૧૧૦૭૮

-વેચાણ ચાલુ 

 

(4:00 pm IST)