Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

વિવિધ પ્રોજેકટની ઓચિંતી મુલાકાતે ઉદિત અગ્રવાલ : કામ ઝડપી પૂર્ણ કરવા તાકિદ

વોર્ડ નં. ૯માં કોમ્યુનીટી હોલ, પુષ્કરધામ મોડર્ન, હોકર્સ ઝોન તથા વોટર ડ્રેનેજ સહિતના સ્થળોએ મ્યુ.કમિશ્નર દ્વારા રૂબરૂ સમીક્ષા

રાજકોટ,તા.૨: શહેરમાં વેસ્ટ ઝોનમાં નિર્માણ પામી રહેલ કોમ્યુનીટી હોલ, હોકર્સ ઝોન સહિતનાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જવાબદાર અધિકારીઓને ચાલુ પ્રોજેકટ સમયસર પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાટ માહિતીમાં જણાવ્યા પ્રમાણે શહેરના ત્રણેય ઝોન ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સપ્તાહના એક-એક દિવસ વિઝીટ કરવાનું અને મુલાકાતીઓને મુલાકાત આપવાનું શરૂ કરવામાં આવેલ છે તે અનુસંધાને આજે વેસ્ટ ઝોનના મહાનગરપાલિકાના વિવિધ પ્લાન્ટની મુલાકાત કરી હતી, તેમજ વોર્ડ નંબર ૯ માં કોમ્યુનીટી હોલની કામગીરી નિહાળી, પુષ્કરધામ ખાતે મોડર્ન હોકર્સ ઝોનની ચાલુ કામગીરીની વિઝીટ, વોર્ડ નંબર ૧૧ માં સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ પર આવેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજની મુલાકાત લીધી હતી. ૫૦ MLT જેટકો ચોકડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ નં. ૧૧ પુનીતનગર મેઈન રોડ પર વોંકળા ઉપર હાઈલેવલ બ્રિજની ચાલુ કામગીરીની વિઝીટ, પુનીતનગર ESR-GSRની વિઝીટ, વાવડી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન તેમજ વાવડી ESR-GSRની મુલાકાત કરી હતી. તેમજ ચાલુ પ્રોજેકટના કાર્યો સમયસર પૂર્ણ કરવા સુચના આપી હતી. તમામ સ્થળોની વિઝીટ સમયે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાથે નાયબ મ્યુનિ કમિશનર એ. આર. સિંહ, સિટી એન્જી. એમ. આર. કામલીયા તથા કે. એસ. ગોહેલ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સહાયક્ કમિશનર સમીર ધડુક, પી.એ. (ટેક.) ટુ કમિશનર  આર. આર. રૈયાણી, આસી. મેનેજર એન. કે. રામાનુજ, ડે. એન્જી.  બી. બી. ઢોલરીયા, આસી. એન્જી. (ઈલે.)  કે. કે. ચૌહાણ, આસી. એન્જી. (મીકે.) પી. સી. ડાભી તેમજ સંબંધિત સ્ટાફ હાજર રહ્યા હતા. 

મ્યુનિ. કમિશનરશ્રીએ વેસ્ટ ઝોન ખાતે આવેલ ન્યારા પમ્પીંગ સ્ટેશન – જામનગર રોડ પર મુલાકાત લીધી ત્યારે તેમણે નર્મદામાંથી આવતા પાણીની વિગત મેળવી હતી, ત્યારબાદ ઘંટેશ્વર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના જોડાણના વાલ્વની વિઝીટ કરેલ, તેમજ ઘંટેશ્વર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત કરી હતી. ઘંટેશ્વર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આવેલ વેકયુમ ફીડ કલોરીનેશન સિસ્ટમ વિથ ઓટો સટ ઓફ વાલ્વ (પાણીને કોરોનેશન કરવાની સિસ્ટમ) ની માહિતી મેળવી હતી. ત્યાંથી રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝીટ કરી હતી. આ મુકાલાત દરમ્યાન તેમણે વૃક્ષો વાવવા અને સફાઈ જાળવવા અંગેની સૂચનાઓ પણ આપી હતી.

વધુમાં મ્યુનિ. કમિશનરશ્રીએ વોર્ડ નંબર ૯ સોમનાથ – ૩ ખાતે નવા કોમ્યુનીટી હોલનું બાંધકામ ચાલુ છે તેની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે બાંધકામ કરતી એજન્સી પાસેથી કામ અંગેના રીવ્યુ મેળવ્યા તેમજ કામગીરી ઝડપથી કરવા સુચના આપવામાં આવેલ હતી. ત્યાંથી કમિશનરશ્રીએ પુષ્કરધામ મોડર્ન હોકર્સ ઝોનની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.  વોર્ડ નંબર ૧૧માં સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ પર આવેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજની વિઝીટ પણ કમિશનરશ્રીએ કરી હતી. ત્યાંથી ૫૦ MLT જેટકો ચોકડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત દરમ્યાન પ્રોગ્રેસ રીવ્યુ લીધા હતા. ઉપરાંત વોર્ડ નંબર ૧૧ પુનીતનગર મેઈન રોડ પર સર્વોદય સ્કુલ પાસે વોંકળા ઉપર હાઈલેવલ બ્રિજની કામગીરી ચાલુ છે તેની પણ કમિશનરશ્રીએ વિઝીટ કરી હતી. ત્યારબાદ વાવડી અને પુનીતનગર ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતેના ESR – GSR ની પણ મુલાકાત પણ મ્યુનિ. કમિશનરશ્રીએ લીધી હતી.

(3:57 pm IST)