Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

શહેરમાં ૧પ૦ ફુટ રોડ પરની હોસ્પીટલ અને બહારનાં વિસ્તારનો કોમ્યુનિટી હોલમાં કોવિડ-૧૯ વોર્ડ

રાજકોટ તા. રઃ કોરોના સંક્રમિત દર્દીઓથી સીવીલ હોસ્પીટલ અને સ્ટાર સીનર્જી બંને કોવિડ હોસ્પીટલો ફુલ થઇ રહી છે ત્યારે હવે મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧પ૦ ફુટ રીંગ રોડ પર સંભવત ગીરીરાજ હોસ્પીટલને અને શહેર બહાર બનાવવામાં આવેલ કોમ્યુનીટી હોલમાં કોવિડ-૧૯ વોર્ડ ઉભો કરવા તજવીજ હાથ ધરાઇ છે. આ માટે આજે સાંજ સુધીમાં મ્યુ. કમિશ્નર દ્વારા કલેકટરને દરખાસ્ત કરવામાં આવનાર છે.

(3:18 pm IST)