Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

બે-પાંચ નહિ પુરા પોણોસો ગુનામાં સંડોવાયેલો રમેશ દારૂ સાથે પકડાયો

બી-ડિવીઝન પોલીસે રીઢા ગુનેગારને બાટલી સાથે પકડ્યો

રાજકોટ તા. ૨: બે-પાંચ નહિ પણ પુરા પોણોસો જેટલા ગુનામાં સંડોવાઇ ચુકેલા એક શખ્સને બી-ડિવીઝન પોલીસે દારૂની બાટલી સાથે પકડ્યો છે.

મુળ જસદણના લાતી પ્લોટમાં ગોખરાણા રોડ પર રહેતાં રમેશ તરશીભાઇ મકવાણા (ઉ.૫૦)ને વાહન ચેકીંગ દરમિયાન બી-ડિવીઝન પોલીસે કેસરી પુલ નજીકથી દારૂની અર્ધી ભરેલી શીલ તુટેલી બોટલ સાથે પકડી લીધો હતો. ડીસીપી પ્રવિણકુમાર મીના, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ.એફ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, કોન્સ. પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિયાત્રા, ટીઆરબી દેવાયતભાઇ મકવાણા સહિતની ટીમે આ શખ્સને પકડ્યો હતો. તેનો એક ભાઇ મોરબી રોડ પર રહે છે. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ બળાત્કાર, ઘરફોડ ચોરી, દારૂ સહિતના રાજકોટ-બનાસકાંઠા-જસદણ સહિતના વિસ્તારોમાં ૭૫ ગુના નોંધાઇ ચુકયા છે. હવે તે દારૂની બાટલીમાં પકડાતા વધુ એક ગુનો પોતાના નામે કર્યો છે.

(3:08 pm IST)