Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

શેઠ ઉપાશ્રયે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

ગાદીપતિ પૂ.ગુરૂદેવશ્રી ગિરીશમુનિ મ.સા. ની પુણ્યતિથિએ

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.શ્રી ગિરીશમુનિ મ.સા.એ ૬૩ વર્ષના સંયમ જીવનમાં લાખો કિ.મી.નો વિહાર કરી ગોંડલ ગચ્છ અને જિન શાસનનું નામ ઉજવળ કરેલ. પોતાના અંતિમ સમયના આગલા પોણા ત્રણ વર્ષ માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ, શેઠ ઉપાશ્રયમાં નાતંદુરસ્ત તબિયતના કારણે બિરાજમાન થયેલ. શેઠ ઉપાશ્રય ટ્રસ્ટી મંડળ, જૈન પ્રોગ્રેસિવ ગૃપ અને મહિલા મંડળે તેમની અલભ્ય સેવા કરેલ હતી. ગાદીપતિ પૂ. ગુરુદેવશ્રી ગિરીશમુનિ મ.સા.એ સી.એમ.શેઠ પૌષધશાળા - રોયલપાર્ક, શેઠ ઉપાશ્રયમાં યશસ્વી અને યાદગાર ચાતુર્માસ કરેલ હતા. શેઠ પૌષધશાળા, શેઠ આરાધના ભવન અને શેઠ સાધના ભવનમાં તેઓએ પદાર્પણ કરી અનોખો ધર્મ લાભ આપેલ હતો. ૨૦૧૪ માં તેઓને ગાદીપતિ ની પદવી અર્પણ કરવામાં આવેલ હતી. શેઠ પરિવાર  સાથે તેમનો અનોખો આધ્યાત્મિક નાતો હતો. ગાદીપતિ પૂ.ગુરુદેવ શ્રી ગિરીશમુનિ મ.સા. ની પુણ્યતિથિ ઉપલક્ષ શેઠ ઉપાશ્રયે ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ તેઓએ સ્થાપેલ જૈન પ્રોગ્રેસિવ ગૃપ દ્વારા સંચાલન કરવામાં આવેલ હતુ.

(3:07 pm IST)