Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ધોંસઃ ૫૦ બોટલ, ૩૩૬ 'ચપલા' સાથે ચાર પકડાયા

ક્રાઇમ બ્રાંચે રેફયુજી કોલોની પાસેથી રિક્ષામાં જથ્થો ભરી નીકળેલા આબીદ અને અકિલને પકડ્યાઃ બી-ડિવીઝન, માલવીયાનગર, તાલુકા પોલીસના પણ દરોડા : ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સમીરભાઇ શેખ અને અનિલભાઇ સોનારાની બાતમી પરથી આ બંને શખ્સને પકડી લેવાયા હતાં

રાજકોટ તા. ૨: દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ફરી ધોંસ બોલાવી છે. ચાર દરોડામાં પાંચ શખ્સોને ૫૦ બોટલ દારૂ અને ૩૩૬ ચપલા સાથે પકડી લેવાયા છે. ક્રાઇમ બ્રાંચે રેફયુજી કોલોની પાસેથી રિક્ષામાં ૨૧૬૦૦નો દારૂ ભરી નીકળેલા બે શખ્સને, બી-ડિવીઝન પોલીસે એકને, માલવીયાનગર પોલીસે બોટલો તથા ચપલા સાથે અને તાલુકા પોલીસે એક બોટલ સાથે એક શખ્સને પકડ્યો હતો.

ડીસીબીના હેડકોન્સ. સમીરભાઇ શેખ અને અનિલભાઇ સોનારાની બાતમી પરથી જંકશન પ્લોટ ગાયકવાડી-૩માં રહેતાં આબિદ ઓસમાણભાઇ જુણેજા (ઉ.૨૭) તથા બેડીપરા-૧માં રહેતાં અકિલ ભીખુભાઇ જુણેજા (ઉ.૨૫)ને સીએનજી રિક્ષા જીજે૩બીએકસ-૦૯૨૮માં રૂ. ૯૬૦૦ના ૯૬ ચપલા તથા રૂ. ૧૨ હજારના ૨૪ બોટલ દારૂ સાથે પકડી લઇ કુલ રૂ. ૭૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

એસીપી જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં હેડકોન્સ. સમીરભાઇ, અનિલભાઇ, નિલેષભાઇ ડામોર, કોન્સ. અજીતસિંહ પરમાર સહિતે આ કામગીરી કરી હતી.

માલવીયાનગર પોલીસનો દરોડો

માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ, વી.કે. ઝાલા, હેડ કોન્સ. દિગ્પાલસિંહ, ભાવીનભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ કછોટ, મહેશભાઇ, ભવદીપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા અને ભાવદીપસિંહ ગોહીલને મળેલી બાતમીના આધારે લક્ષ્મીનગર શેરી નં. ૧ મેઇન રોડ પર શૌચાલય પાસેથી રૂ.૯૬૦૦ ની કિંમતની દારૂની ર૪ બોટલ અને રૂ.ર૪૦૦૦ ની કિંમતના ર૪૦ ચપલા કબજે કર્યા હતા તપાસ દરમ્યાન રવી ઉર્ફે ભુવો કેશાભાઇ જમનપરીયા નામના શખ્સનું ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

જયારે ત્રીજા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. વિરમભાઇ સહિતે કેસરી પુલ પાસેથી દારૂની એકબોટલ સાથે રમેશ તરશીભાઇ મકવાણા (ઉ.પ૦) (રહે. જસદણ લાતી પ્લોટ) ને પકડી લીધો હતો.

જયારે ચોથા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી.ડામોર તથા છત્રપાલસિંહ સહિતે બાતમીના આધારે ગોવર્ધન ચોક પાસેથી દારૂની એક બોટલ સાથે અભયસિંહ દિલીપસિંહ દુનવાર (ઉ.ર૦) (રહે કોઠારીયા સોલવન્ટ શીતલા સોસાયટી)ને પકડી લઇ એસ.ટી.વર્કશોપ પાસે રહેતો હર્ષદીપસિંહ ઉર્ફે નેટીયો ઝાલાની શોધખોળ આદરી છે.

(3:04 pm IST)