Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

નવા દોઢસો ફૂટ રોડ વગળ ચોકડી પાસે ટ્રકે એકટીવાને ઉલાળતા સાગર બાંભવાનું મોત

ડીલકસ ચોક પાસે રીક્ષાની ઠોકરે ઘવાયેલા વૃધ્ધા ગનુબેન મકવાણાને દમ તોડ્યો

રાજકોટ,તા.૨: નવા દોઢ સો ફુટ રોડ પર વગળ ચોકડી પાસે ટ્રકે એકટીવાને ઉતાળતા ભરવાડ યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડના કુંભનાથપરામાં રહેતો અને હાલમાં છેલ્લા દસ દિવસથી રાજકોટમાં પીતરાઇ ભાઇની હોટલમાં કામ કરતો સાગર દેવાભાઇ બાંભવા (ઉવ.૧૮) ગઇ કાલે તે શ્યામલ બીલ્ડીંગ પાસે આવેલી પિતરાઇ ભાઇ લાખાભાઇ રાણાભાઇની કનૈયા નામની ચાની હોટલે ત્યારબાદ સાગર પિતરાઇભાઇનું જીજે-૩-એલઇ -૧૭૭૪ નંબરનું એકટીવા લઇને આશ્રેય મોટર્સમાં ચા દેવા માટે ગયો હતો. ચા આપીને પરત આવતો હતો. ત્યારે વગળ ચોકડી પાસે આશ્રેય મોર્ટસ ગેરેજ પાસે જીજે ૮એકસ ૬૨૩૮ નંબરના ટ્રકના ચાલકે પુર ઝડપે આવી એકટીવા નં. હડફેટે લેતા સાગર એકટીવા સાથે પડી જતા ટ્રકના કલીનર સાઇડના પાછળના વ્હીલ સાગરના માથા પર ફરી વળતા માથુ છુંદાઇ જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ ખબર પડતાં પિતરાઇભાઇ લાખાભાઇ પણ દોડી આવ્યા હતા. અને કોઇએ જાણ કરતા તાલુકા પોલીસ મથકના પીએઆઇ વી.પી.આહીર તથા પૃથ્વીરાજસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક સાગર બાંભવા બે ભાઇ એક બહેનમાં નાનો હતો. માતા-પિતા કાલાવડમાં રહે છે. તે છેલ્લા દસ દિવસથી પિતરાઇભાઇની ચાની હોટલે કામ કરતો હતો. આ બનાવમાં બી ડીવીઝન પોલીસે દેવાભાઇ લધુભાઇ બાંભવા (ઉવ.૪૨) (રહે. કાલાવડ)ની ફરિયાદ પરથી ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

જ્યારે બીજા બનાવમાં બેડીપરા ચોરાવાળી શેરીમાં રહેતા ગનુબેન ઘોઘાભાઇ મકવાણા (ઉવ.૭૦) ગત તા. ૨૪/૬ના રોજ ચાલીને જતા હતા. ત્યારે ડીલકસ ચોક પાસે જીજે.૧ બીએકસ ૨૭૪૫ નંબરની રીક્ષાના ચાલકે વૃધ્ધાને ઠોકર મારતા તેને હાથ તથા પેટના ભાગે ઇજા થઇ હતી. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્ટિલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું તા.૨૭/૬ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે બી ડીવીઝન પોલીસે વૃધ્ધાના પુત્ર જયંતીભાઇ મકવાણાની ફરિયાદ પરથી રીક્ષાચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ. કોન્સ વી.કે. સોલંકીએ તપાસ આદરી છે.

(3:02 pm IST)