Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજકોટ જેલનો કેદી સુરેન્દ્રનગરનો શખ્સ ફરાર થયા બાદ દોઢ વર્ષે રાજકોટમાંથી જ ઝડપાયો

વઢવાણ, તા. ર : પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા જીલ્લામાંથી શરીર સબંધી ગુન્હાઓ કરી નાસતા ફરતા ગુન્હેગારો તથા પેરોલ ફર્લો રજા, વચગાળાના જામીન પરથી જેલમાં હાજર નહીં થઇ પેરોલ જમ્પ થયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા, સારૂ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ.

જે અન્વયે ડી.એમ. ઢોલ તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ. વી.આર. જાડેજાની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી, ફેમીલી કોર્ટ સુરેન્દ્રનગર દ્વારા ભરણ-પોષણના કેસમાં ૧૦પ૩ દિવસથી કેદની સજા કરતો હુકમ કરવામાં આવતા, જે હુકમથી આરોપી હિતેષભાઇ રામજીભાઇ સોલંકી રહે. સુરેન્દ્રનગર આંબેડકરનગર અલંકાર સિનેમા સામે વાળાને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે સોપી આપવામાં આવેલ. બાદ જા.ન.એકસ પેરોલ ફા.ના ૭૪૩/ર૦૧૯ તા.પ-૧-ર૦૧૯થી મજકુર આરોપીના તા.૧૧-૧-ર૦૧૯થી તા.૧૭-૧-ર૦૧૯ સુધી દિન-૭ની પેરોલ રજા મંજુર કરવામાં આવેલ જે રજા ઉપર છૂટયા બાદ મજકુર આરોપી તા.૧૮-૧-ર૦૧૯ના રોજ રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ નહીં અને પેરોલ જમ્પ થયેલ હોય જેથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન મજકુર આરોપી રાજકોટ કોઠારીયા ચોકડી ખાતે હોવાની હકીકત આધારે શોધી કાઢી હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસ અંગે ગાંધી હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાવી રાજકોટ સેન્ટ્રલ જલ ખાતે સોંપી આપવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પો.હે.કોન્સ. નીકુલસિંહ ભુપતસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા પેરોલ ફર્લો સ્કોડના સનતભાઇ વલકુભાઇ તથા પો. કોન્સ. ભગીરથસિંહ અનિરૂદ્ધસિંહ તથા અશ્વિનભાઇ કરશનભાઇ તથા અનિરૂદ્ધસિંહ ભરતસિંહએ રીતેની ટીમ દ્વારા દોઢેક વર્ષથી નાસતા ફરતા પેરોલ જમ્પ આરોપીને પકડી પાડેલ છે.

(2:57 pm IST)