Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સિવિલ હોસ્પિટલના ચોથા માળે પ્રોફેસર અને એચઓડીના રૂમમાં આગથી મોટુ નુકસાન

એસીમાં શોર્ટ સરકિટથી ધૂમાડાના ગોટેગોટાઃ હોસ્પિટલ સ્ટાફ, સિકયુરીટી અને ફાયર બ્રિગેડ ટીમે આગ કાબુમાં લીધી

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડી બિલ્ડીંગમાં ચોથા માળે આવેલી પ્રોફેસર અને એચઓડીની ઓફિસમાં રાત્રીના અચાનક આગ ભભૂકી ઉઠતા અને ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતા દોડધામ મચી ગઇ હતી. બનાવને પગલે હોસ્પિટલનો સ્ટાફ અને સિકયુરીટી ઇન્ચાર્જ, સિકયુરીટી સ્ટાફ તથા રેખાબેન સહિતની ટીમે પહોંચી હોસ્પિટલમાં ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનોથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડની જાણ થઇ હોઇ ફાયર ફાઇટર સાથે જવાનો પહોંચી ગયા હતાં અને આગને આગળ વધતી અટકાવી હતી. એસીમાં શોર્ટ સરકિટથી આગ ભભૂકી હતી. આગથી આખા રૂમની દિવાલોમાં, એસીમાં, ફર્નિચરમાં મોટુ નુકસાન થયાનું જણાવાયું હતું. સદ્દનસિબે જાનહાની અટકી હતી. થોડી ક્ષણો માટે દર્દીઓમાં પણ ભય ફેલાઇ ગયો હતો. જો કે મિનીટોમાં જ આગ કાબૂમાં આવી ગઇ હતી.

(12:57 pm IST)