Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

નવલનગરમાં ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા અવની ગાલોરીયાની આત્મહત્યા

રાજકોટ તા ૦૨  :  મવડીમેઇન રોડ પર નવલનગરમાં માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા સગીરાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર નવલનગર શેરી નં.૬/૧૫ માં રહેતી અવની કિશોરભાઇ ગાલોરીયા (ઉ.વ.૧૭) એ સવારે પોતાના ઘરે ઘઉંમાં નાખવાની ટીકડી પી લેતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક અવની એક ભાઇ અને એક બહેનમાં મોટી હતી. પિતા સિકયુરીટી મેન તરીકે નોકરી કરે છે. માતા પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. ઘરકામ બાબતે માતા સાથે ઘરકામ બાબતે ઝઘડો થતાં તેણીએ આ પગલું ભર્યુ હોવાનું ખુલ્યું છે. આ અંગે માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:15 pm IST)