Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

પીઆઇની લેખીત પરીક્ષામાં ગુરૂ બ્રાહ્મણને બદલે ''ગરોડા'' શબ્દ વાપરતા ભારે રોષઃ કલેકટરને આવેદન

સરકારે ગુરૂ બ્રાહ્મણ અંગે ર૦૧૭ થી પરિપત્ર કર્યો છેઃ જવાબદાર અધિકારી સામે પગલા ભરો

આજે ગુરૂ બ્રાહ્મણ સમાજના રાજકોટ જીલ્લા ઘટકના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ર : ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજના રાજકોટ જીલ્લા ઘટકના આગેવાનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગુરૂબ્રાહ્મણ સમાજ માટે સરકાર દ્વારા સન્માનજનક શબ્દ અપાયેલ હોવા છતાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાંં પ્રતિબંધિત શબ્દ વાપરી સમાજને અપમાનિત કરેલ હોઇ જવાબદાર સામે પગલા લેવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૩૦/૬/ર૦૧૯ ના રોજ પોલીસ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા યોજાયેલ હતી. આ પરીક્ષામાં પ્રશ્ન પુસ્તિકા નં.સીમાં ક્રમાંકઃ ૧૩૪ ઉપર જે પ્રશ્ન પુછવામાં આવેલ તેના જવાબના ઓપ્સન (બી)માં ગરોડા શબ્દ લખવામાં આવેલ છે જેની નકલ આ સાથે સામેલ છે. મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સમાજને સન્માનિત કરી ગુરૂબ્રાહ્મણ શબ્દ આપવામાં આવેલ જેમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પરિપત્ર ક્રમાંકઃ અહલ/૧રર૦૧૩/૭૧૪૩૦૮/હ, તા.ર/ર/ર૦૧૭ તથા તા.૧૦/ર/ર૦૧૭ ના પરિપત્રથી 'ગરો' 'ગરોડા'ના બદલે 'ગુરૂબ્રાહ્મણ' શબ્દ પ્રયોજવા હુકમ થયેલ છે. છતાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ પોલીસ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષામાં આવેલ છે તે પ્રશ્ન પુસ્તિકા નં.સી.માં ક્રમાંકઃ ૧૩૪ ઉપર જે પ્રશ્ન પુછવામાં આવેલ તેના જવાબના ઓપ્સન (બી)માં ગરોડા શબ્દનો ઉપયોગ કરી પેપર કાઢનાર અધિકારીશ્રીએ સમગ્ર સમાજને અપમાનિત કરેલ છે. જેના કારણે ગુજરાતના ગુરૂબ્રાહ્મણ સમાજમાં રોષની લાગણી ઉભી થયેલ છે આ બાબત કે સમગ્ર ગુરૂબ્રાહ્મણ સમાજ તથા તમામ હોદ્દેદારો દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે. અને સરકાર દ્વારા સમાજ માટે અપાયેલ સન્માનજનક બંધારણીય જોગવાઇના ભંગ બદલ પેપર કાઢનાર બિનજવાબદાર અધિકારીશ્રીનું નામ જાહેર કરવા અને કાયદેસરના પગલા લેવા માંગણી છ.ે

આવેદનપત્ર દેવામાં સર્વશ્રી મનોજભાઇ શ્રીમાળી, હરેશ ચૌહાણ, મનોજ ગેડીયા, ભાવેશ વ્યાસ, પ્રદિપ ગેડીયા વિગેરે જોડાયા હતા.

(3:51 pm IST)