Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

સ્માઇલ કરાઓકે કલબ દ્વારા સુમધુરા ગીતોની રસલ્હાણ

રાજકોટ : રૂષભ વાટીક (સી.એમ. ફાર્મ) ખાતે તાજેતરમાં સ્માઇલ કરાઓકે કલબના કિશોરભાઇ મંગલાણી અને શેઠ બિલ્ડકોનના ચંદ્રકાંતભાઇ શેઠ દ્વારા ઓન સ્ક્રીન પ્રોજેકશન સાથે કરાઓકેના સથવારે નવા જુના સુમધુર ગીતોનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જેમાં એન્જીનીયર્સ, ડોકટર્સ, બિલ્ડર્સ, અધિકારીઓ તથા તમામ ક્ષેત્રના કલા સાધકોએ ઉત્કૃષ્ટ ગીતો પીરસી સૌને મુગ્ધ કરી દીધા હતા. શ્રીમતી મમતાબેન શેઠ, દિવ્યકાંતભાઇ પંડયા, શ્રીમતી હીનાબેન કોટડીયા, ડો. દિનેશભાઇ શ્રીમાંકર, ડો. રંજનાબેન શ્રીમાંકર, જિતેન્દ્રભાઇ ભટ્ટ, શ્રીમતી ગીતાબેન ભટ્ટ, મધુકરભાઇ મહેતા, પરેશભાઇ માણેક, પંકજભાઇ ઝિબા, મનહરભાઇ જોષી, શ્રીમતી કૃપાબેન પુરોહીત, સુરેશભાઇ વસદાણી, અશોકભાઇ ચંદ્રવાડીયા વગેરેએ કર્ણપ્રિય ગીતો રજુ કરેલ.

(3:47 pm IST)