Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

સદ્દગુરૂ વિહાર સોસાયટીની છત પરનો ૪૦૦૦ કિલો વજનનો મોબાઇલ ટાવર પડુ-પડુ

રહેવાસીઓનાં જીવ પડીકે બંધાયાઃ ટાવર સુરક્ષીત કરવા મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. રઃ શહેરનાં એરપોર્ટ રોડ ઉપર આવેલ સદ્દગુરૂ વિહાર એપાર્ટમેન્ટની છત ઉપર નાંખવામાં આવેલ મોબાઇલ ટાવર ગમે ત્યારે પડી જાય તેટલી હદે જોખમી બની જતાં આ એપાર્ટમેન્ટનાં રહેવાસીઓનાં જીવ પડીકે બંધાયા છે અને તમામ રહેવાસીઓએ આ ટાવરને ખસેડવાં મ્યુ. કમિશ્નરને રજુઆત કરી છે.

આ અંગે મ્યુ. કમિશ્નરને કરેલી રજુઆતમાં રહેવાસીઓએ જણાવ્યું છે કે ''આ એપાર્ટમેન્ટની છત ઉપર અંદાજે ૪૦૦૦ કિલો વજનનો મોબાઇલ ટાવર ભારે પવન, ભૂકંપનાં નાના-મોટા આંચકાને કારણે પડુ પડુ થઇ ગયો છે.'' પરિણામે આ ટાવર ગમે ત્યારે પડી જાય અને જાનહાની થવાનો ભય સતત રહે છે માટે દિવસ-૭ ની અંદર આ મોબાઇલ ટાવર નાંખનાર કંપની સામે પગલા લેવડાવી ટાવરને સુરક્ષીત રીતે ખસેડવા રહેવાસીઓએ માંગ ઉઠાવી છે.

(3:45 pm IST)