Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

રાજકોટ લોધિકા સંઘનો નફો ૨૪।। કરોડ, ૧૫ ટકા ડીવીડન્ડ : સભ્યો માટે પ લાખનો અકસ્માત વીમો

પ્રોસેસીંગ યુનીટ માટે લીલી સાજડીયાળી પાસે જમીન ખરીદી : વિકાસગાત્રા વર્ણવતા ચેરમેન નીતીન ઢાંકેચા

રા.લો. સંઘની સાધારણ સભા પ્રસંગે ચેરમેન નીતીન ઢાંકેચા પ્રવચન કરી રહયા છે. બાજુમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ હરદેવસિંહ જાડેજા, ડી.કે સખીયા, લાખાભાઇ સાગઠીયા,ભાનુભાઇ મેતા, નરેન્દ્રસિંહ જાડેજા,વિરભદ્રસિંહ જાડેજા,પરસોતમ સાવલીયા  ચેતન રામાણી વગેરે ઉપસ્થિત છે.

રાજકોટ તા ૦૨  : શ્રી રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. રાજકોટની ૬૩મી વાર્ષિક સાધારણ સભામાં સંઘના પ્રમુખશ્રી નીતીન ઢાંકેચાએ જણાવેલ કે સંઘ ચોસઠમાં વર્ષમાં પ્રવેશે છે. સંઘના સને ૨૦૧૮-૨૦૧૯ના વર્ષની કામગીરી તથા આંકડાકીય વિગતો સંતોષકારક છે. ગ્રોસ નફો રૂ. ૨૪,૩૭,૩૯,૭૭૧-૧૨ કરેલ છે. સહકારી કાયદાથી નક્કી થયેલ મહત્તમ મર્યાદા મુજબ છેલ્લા ૫૨ વર્ષથી સભાસદોને મેકસીમમ મર્યાદા મુજબ ૧૫ ટકા શેર ડીવીડન્ડ ચુકવે છે. બેન્કોમાં વ્યાજના દર વધ-ઘટ હોવા છતા સંઘે શેર ડીવીડન્ડનો દર જાળવી રાખેલ છે. સંઘના અન્ય ભંડોળો, બેન્કમાં ડીપોઝીટ અને નફામાં ઉત્તરોતર સતત વધારો થયેલ છે. સંઘ દૈનિક ૫૦ મે.ટન પિલાણ કેપેસીટીની ઓઇલ મીલ, ૨૦૦ મે.ટનરીફાઇનીંગ કેપેસીટીની રીફાઇનરી ધરાવે છે. કોમ્પ્યુટરાઇઝડ ઇલેકટ્રોનીક વે બ્રીજ ધરાવે છે. રાજકોટ ખાતે કુલ ૧૩ ગોડાઉન (સંગ્રહ શકિત ૩૦૦૦ મે.ટન), કસ્તુરબાધામ ખાતે ૨૯ ગોડાઉન (સંગ્રહ શકિત ૨૯૦૦૦ મે.ટન) અને તેલ સ્ટોરેજ માટે કુલ ૪૭ સ્ટોરેજ ટેન્ક (સંગહ શકિત ૪૩,૦૦૦ મે.ટન) ધરાવે છે. તેલીબીયા અને તેલના સેમ્પલના ટેસ્ટીંગ માટે અદ્યતન સાધનોવાળી લેબોરેટરી ધરાવે છે. સંઘ મગફળીનું પીલાણ કરીને ૧૦૦ ટકા શુધ્ધ ડબ્બલ ફીલ્ટર્ડ સીંગતેલ '' સહકાર'' બ્રાંડ થી વેચાણ કરે છે.

શ્રી નીતીનભાઇ ઢાંકેચાએ જણાવેલ છે કે, સંઘની સભાસદ મંડળીઓના ખેડુત ખાતેદાર, મંડળીઓના કર્મચારીઓ, સંઘના કર્મચારીઓ, સંઘની વ્યવસ્થાપક સમિતીના સભ્યો વિ. દરેકનો પાંચ લાખ (પ,૦૦,૦૦૦) રૂપિયાનો અકસ્માત વિમો સંઘના ખર્ચે ઉતરાવી આપી ઉમદા કાર્ય કરેલ છે. હાલમાં સંઘ સભ્ય મંડળીઓના સભાસદોને ગંભીર અસ્કમાત, ફ્રેકચર, કેન્સર/હ્રદય રોગજેવી બિમારીઓમાં સારવાર માટે વર્ષ દરમ્યાન કુલ રૂ. ૬,૯૧,૪૮૫/ આર્થિક સહાય ચુકવેલ છે.

સભ્ય મંડળીઓના સભાસદોને ઓછા પાણીએ મબલક પાક લઇ શકાય તે માટે આધુનિક ખેતી કરવા પ્રોત્સાહીત કરવા માટે મંડળીઓમાંથી ધીરાણ લેતા ખેડૂતોને ડ્રીપ ઇરીગેશન (ટપક પધ્ધતિ) સીસ્ટમમાં રૂI ૧૮,૩૧,૦૦૦/- ની આર્થિક સહાય વર્ષ દરમ્યાન આપેલ છે. સંઘના પ્રોસેસીંગ યુનીટની આસપાસ રહેણાંક વિસ્તાર વધી જતા તેમજ અન્ય કોઇ યુનીટ નહીંહોઇ આમ જનતાને કોઇ પરેશાની કે તકલીફ ન થાય તે હેતુથી સંઘે ભાવનગર હાઇવે રોડથી લીલી સાજડીયાળીરોડ ઉપર સાજડીયાળી ગામે જમીન ખરીદ કરેલ છે.

સભામાં રાજકોટ-લોધીકા ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા, માર્કેટ યાર્ડ, રાજકોટના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે. સખીયા, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, માર્કેટ યાર્ડ રાજકોટનાI ડીરેકટર અને ભાજપ જિલ્લા ઉપપ્રમુખ પરસોતમભાઇ સાવલીયા, આ સંઘ તથા રાજકોટજિલ્લા સહકારી બેન્કના ડિરેકટર વિરભદ્રસિંહ જાડે, માર્કેટ યાર્ડ, રાજકોટના ડિરેકટર દિનેશભાઇ ઢોલરીયા, પ્રવિણસિંહ જાડેજા, તાલુકા ભાજપ રાજકોટના વલ્લભભાઇ શેખલીIયા,તાલુકા ભાજપ ખીરસરા (રણ) મંડળીના નવ નિયુકત ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, ભાજપ તાલુકા આગેવાન ગોૈતમભાઇ કાનગડ  વગેરે હાજર રહયા હતા. ભાનુભાઇ મેતાએ પ્રાસંગિક પ્રવચનમાં સંઘની પ્રગતિને બીરદાવી હતી.

માર્કેટ યાર્ડ, રાજકોટના વાઇસ ચેરમેન શ્રી હરદેવસિંહ જાડેજાએ જણાવેલ કે, ડ્રીપ ઇરીગેશન, ખેડુત અકસ્માત વિમા, ગંભીર માંદગીમાં વધુમાં વધુ સહાયરૂપ બને અને તેમાં સોૈ સભાસદો સહકાર આપી સંઘને પ્રેરણા રૂપ આપે. હમણાં જ રાજય સરકારશ્રીની સુજલામ-સુફલામ જળ સિંચન યોજના અંતર્ગત રાજકોટ અનો લોધીકા તાલુકામાં માતબર રકમની સહાય આપીને તળાવ ઉંડા ઉતારવાના ભગીરથ કાર્યમાં પૂર્ણ પણે સહકાર આપે છે, તે પણ અભિનંદન નહી પણ વંદનીય છે. આ યોજના માત્ર એક વર્ષ માટે નથી. આ યોજનામાં આપણા ખેતી વિષયક અને વધુ મંડળીઓએ પણ જોડાવુ જોઇએ. ચેક ડેમમાં તો રીપેરીંગ પણ આવે, પરંતુતળાવ ઉંડા ઉતરાવાથી પાણી વધુ સંગ્રહ તો થશે જ સાથે સાથે કોઇ રીપેરીંગ પણ જહીં આવે. આ માટે મંડળીઓ પોતાના અનામત ભંડોળમાંથી પણ રકમ વાપરી શકે છે, તે માટે સરકારે અલગ પરીપત્રથી મંજુરી પણ આપેલ છે. આથી મારી તમામ મંડળીઓને વિનંતી છે કે દરેક મંડળીએ સરકારની સહાય મળે કે ન મળે મંડળીના કાર્યક્ષેત્રમાં જળ સિંચન માટે વધુમાં વધુ મદદરૂપ બનીને ખેતીને પ્રોત્સાહન આપવું જોઇએ. રાજકોટ લોધીકા ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયાએ જણાવેલ કે, આ સંઘ જયાં પણ સેવા-સહકાર-સહાયની જરૂરત ઉભી થાય છે ત્યાં હરહંમેશ અગ્રેસર રહી સરાહનીય કામગીરી કરે છે. ખેડુતોને ડ્રીપ ઇરીગેશન, ખેડુત અકસ્માત વિભા, ગંભીર માંદગીમાં સહાય તો આપે છે.

ડી.કે સખીયાએ જાણાવેલ કે રાલોસંઘની પ્રગતિ અને સેવાકીય પ્રવૃતિની વાત જ નીરાળી છે. આવી સંસ્થા આપણા રાજયમાં નહીં બલકે સમગ્ર રાષ્ટ્રમાં દુલર્ભ છે. સંસ્થા સમય પારખીને સમયને અનુરૂપ જરૂરી બદલાવ કરીને આવા હરીફાઇના સમયમાં પણ ઉત્તરોતર પ્રગતિ કરે તે નાની વાત નથી.

સભાનુંસંચાલન સંઘના ઉપપ્રમુખ મનસુખભાઇ સરધારા દ્વારા કરવામાં આવેલ. સંઘના ડીરેકટરશ્રી શૈલેષભાઇ પરસાણાએ આભારવિધી કરી હતી.

(11:42 am IST)