Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

સૌરાષ્ટ્ર - કચ્છમાં સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે

જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૨ થી ૭ જુલાઈ સુધીની આગાહી : ચોમાસુધરી હિમાલય તરફ સરકી ગઈ, આમ છતાં વાતાવરણ સુધર્યુ હોય છૂટાછવાયા ઝાપટા - હળવો વરસાદ વરસશ :મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો - મધ્યમ, ગુજરાતના મધ્યપ્રદેશ અને લાગુ રાજસ્થાન બોર્ડરમાં વધુ શકયતા :ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા- હળવો વરસાદ :સૌરાષ્ટ્ર - કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા - હળવો વરસાદ પડશે, જેમાં પોરબંદરથી ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં વધુ સંભાવના

રાજકોટ, તા. ૨ : મેઘમહેરની રાહ જોતા લોકો અને ખાસ કરીને ખેડૂત માટે આંશિક વરસાદના સમાચાર છે. જો કે સૌરાષ્ટ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. ચોમાસુધરી હિમાલય તરફ સરકી ગઈ હોવા છતાં વાતાવરણ થોડું સુધર્યુ હોય, છૂટાછવાયા ઝાપટાથી માંડી હળવો વરસાદ પડશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. તા.૨ થી ૭ જુલાઈ સુધીની આગાહીમાં જણાવાયુ છે કે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા અને કયારેક વધુ વિસ્તારોમાં હળવો - મધ્યમ - ભારે વરસાદ અમુક દિવસે પડશે. મધ્યમ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો - મધ્યમ પડશે. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા - હળવો વરસાદ પડશે. જયારે સૌરાષ્ટ્ર - કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા - હળવો વરસાદ પડશે. જેમાં પોરબંદરથી ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં વધુ સંભાવના રહેલી હોવાનું જણાવ્યુ છે.

૨૯મીના હવામાન ખાતા મુજબ ચોમાસુ દેશમાં બેસી ગયુ છે પરંતુ ચોમાસુ બેસી ગયા બાદ ચોમાસુધરી જે સામાન્ય રીતે રાજસ્થાનના બાડમેરથી એમપી, છત્તીસગઢ, ઓરીસ્સા થઈને બંગાળની ખાડી સુધી લંબાતી હોય છે તેના બદલે ચોમાસુધરી હિમાલયની તળેટી તરફ સરકે છે. આવતા ૨૪ કલાકમાં હિમાલય પહોંચી જશે. ત્યારબાદ ૩-૪ દિવસ તે સ્થિતિમાં રહે તેવો હાલનો અંદાજ છે.

જેથી સૌરાષ્ટ્ર - કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શકયતા ઓછી છે.

વિવિધ પરીબળોમાં એક સામાન્ય અપરએર સાયકલોનીક સરકયુલેશન છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર ૩.૧ કિ.મી.ના લેવલે છે. અરબી સમુદ્રમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ થ ૫.૮ કિ.મી.ની ઉંચાઈ સુધી છેલ્લે નોર્થ અરબી અને લાગુ મધ્ય અરબી સમુદ્ર ઉપર હતું. તેમાં આજે ૩.૧ કિ.મી.ના લેવલે ફકત ટ્રફ માલૂમ પડે છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન મધ્ય - પૂર્વ અરબી સમુદ્રમાં ૫.૮ કિ.મી.ના લેવલે કર્ણાટકથી પશ્ચિમે છે. એક મામુલી ઓફસોરટ્રફ નોર્થ કોંકણથી લક્ષદ્વીપ સુધી લંબાય છે.

સૌરાષ્ટ્ર - કચ્છ હાલ નોંધપાત્ર વરસાદની રાહ જોઈ રહ્યુ છે. તા.૨ થી ૭ દરમિયાન દ. ગુજરાતમાં છૂટાછવાયા તેમજ કયારેક વધુ વિસ્તારમાં હળવો - મધ્યમ - ભારે વરસાદ આગાહીના અમુક દિવસે પડવાની સંભાવના છે. ઉત્તર તરફ જતા માત્રા ઓછી થતી જશે.

મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ આગાહીના સમયના થોડા-  અમુક દિવસે પડવાની શકયતા છે. ગુજરાતના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડરમાં વધુ શકયતા છે.

ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા, હળવો વરસાદ પડશે. આગાહીના સમયના થોડા કે અમુક દિવસે પડવાની શકયતા છે.

સૌરાષ્ટ્ર - કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા - હળવો વરસાદ પડશે. આગાહીના સમયના થોડા કે અમુક દિવસે વરસાદ પડવાની શકયતા છે. જેમાં પોરબંદરથી ભાવનગર સુધીના દરિયાપટ્ટીના વિસ્તારોમાં વધુ શકયતા છે.(૩૭.૮)

મચ્છરો સામે લડત શરૂ મેલેરિયા - ડેંગ્યુ અટકાવવા કડક ચેકીંગ : ૩૪૫ને નોટીસ : ૧૩ હજારનો દંડ

શાળાઓમાં જનજાગૃતિ શિબિરો : બાંધકામ સાઇટો - હોસ્પિટલો - મંદિરો - હોટલો - સરકારી ઓફિસોમાં મચ્છરોનું ચેકીંગ : ૫મીએ ગપ્પી માછલીઓનું વિતરણ

મંદિર - બાંધકામ સાઇટ - હોટલોમાં મચ્છરોનું ચેકીંગ કરાયું તથા શાળાઓમાં જનજાગૃતિ શિબિરો યોજાઇ તે વખતની તસ્વીરો

રાજકોટ તા. ૨ : ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય ડેન્ગ્યુ - મેલેરિયાનો રોગચાળો અટકાવવા મેલેરિયા અને આરોગ્ય વિભાગે મચ્છરોનું ચેકીંગ કરી ૩૪૫ સ્થળોએ નોટીસ આપી કુલ ૧૩ હજારનો દંડ વસુલ્યો હતો.

ચોમાસાની ઋતુ દરમ્યાનરોગચાળો અટકાવવા રાજકોટના લોકોમાં મચ્છર ઉત્૫તિઅટકાયતીમાટે જાગૃતિ આવે તે માટે આરોગ્ય શિક્ષણ તથાબહોળીજનમેદની એકત્રિત થતી હોય તેવી જગ્યાઓએ મચ્છરના પોરા થતા અટકાવવા સઘન ઝુંબેશ હાથ ઘરવામાં આવેલ. આ ઝુંબેશમાં ૩૬સોસાયટીમાંમચ્છરનાપોરા, મચ્છર, પોરાભક્ષકમાછલીના જીવંત નિર્દશન દ્વારા વર્કશો૫ યોજી મચ્છરોનીઉત્પતિ અટકાવવા સમજ આ૫વામાં આવેલ

૧૨૭ શાળાઓમાં વર્કશો૫ યોજી ૧૬,૨૪૯ બાળકો તથા ૭૮૦શિક્ષકોને મચ્છરના પોરા, મચ્છર, પોરા ભક્ષક માછલીના જીવંત નિર્દશન દ્વારા મચ્છરોની ઉત્પતિ અટકાવવા સમજ આ૫વામાં આવેલ. તથા ૧૨૪ બાંઘકામ સાઇટ, ૧૦૫ હોસ્પિટલ, ૨૧૫ શાળા, ૨૧૭ ઇન્ડસ્ટ્રિઝ,  ૯૨ હોટલો, ૧૪૫ ધાર્મિક સ્થળો, ૮૨ સરકારી કચેરીમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરી આરોગ્ય શિક્ષણ આપી જયાં મચ્છરના પોરા જોવા મળેલ હોય અથવા મચ્છરના પોરા ઉત્૫ન્ન થાય તેવી ૫રિસ્થિતી માલુમ ૫ડેલ હોય તેવી ૩૪૫જગ્યાએ નોટીસ આપી રૂ.૧૩,૮૫૦ વહીવટી ચાર્જ વસૂલકરેલ છે.

ઉ૫રોકત કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની સૂચના અનુસાર આરોગ્યઅઘિકારી  ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્યઅધિકારી  ડો. મનિષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી ડો. હિરેન વિસાણી તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ તથા ઇસ્ટ ઝોન મેલેરિયા ઇનસ્પેકટશ્રી દિલી૫દાન નાંઘુ, વેસ્ટ ઝોન મેલેરિયા ઇન્સપેકટર ભરતભાઇ વ્યાસ, સેન્ટ્રલ ઝોન મેલેરિયા ઇનસ્પેકટર પિનાકીન ૫રમાર તથા સુપિરીયર ફિલ્ડવર્કર, ફિલ્ડવર્કરો દ્વારા કરવામાં આવેલ હતી.

અગામી માસ દરમ્યાન૫ણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તથા લોકોને મચ્છર ઉત્૫તી અટકાયતિ માટે સમજણ મળી રહે તે હેતુસર તા.૫/૭/૨૦૧૮, ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧ર કલાકે દરેક વોર્ડની 'અ' વોર્ડ ઓફીસે મચ્છરના પોરા, પોરા ભક્ષક માછલી, પોસ્ટર અને બેનરના માઘ્યમથી વિગતવાર સમજ આ૫વા પ્રદર્શન યોજવામાં આવશે તથા આ સ્થળેથી પોરાભક્ષક માછલીનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

(3:48 pm IST)