Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

મોક રાઉન્ડમાં મેડીકલ-ડેન્ટલ બેઠકો ફુલ

મેનેજમેન્ટ કવોટાની બેઠકો પણ ભરાઇ ગઇઃ સરકારી કોલેજોમાં ૬૯૯ મેરીટ રેન્ક

રાજકોટ તા.૨: નીટની કસોટીને આધારે ગઇકાલે મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે મોક રાઉન્ડ જાહેર થયેલ જેમાં મેનેજમેન્ટ કવોટા સહિત તમામ બેઠકો ઉપર પ્રવેશ માટે ભરાઇ ગઇ હતી.

ગઇકાલે મેડીકલ પ્રવેશ સમિતિ દ્વારા મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે મોક રાઉન્ડનું એલોટમેન્ટ જાહેર થયું હતું. જેમાં મેડીકલ-ડેન્ટલની તમામ બેઠકો પ્રવેશઇચ્છુકો માટે ભરાઇ હતી. આ મોક રાઉન્ડમાં જનરલ કવોટા સાથે મેનેજમેન્ટ કવોટાની પણ બધી બેઠકો ફુલ થઇ ગઇ છે.

૨૦૧૮-૧૯ના શૈક્ષણિક વર્ષ માટે મેડીકલ-ડેન્ટલ અને આયુર્વેદ હોમીયોપેથી નેચરોપથી સહિતની પાંચ બ્રાંચમાં પ્રવેશ માટે મેડીકલ પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલ મેરીટ લીસ્ટમાં ૨૦૭૫૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

(3:41 pm IST)