Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

માર્કેટયાર્ડ, દૂરદર્શન, મ્યુનિ. વર્કશોપ, જીઆઈડીસી, એચ.જે. સ્ટીલ, ગુજરાત હાઉસીંગ બોર્ડ સહિત ૬૩ આસામીને મહેસુલ બાકી નોટીસો

પૂર્વ મામલતદાર ચાવડા દ્વારા આકરૂ પગલુઃ નાણા નહિ ભરે તો મિલ્કત જપ્તી સહિતની ચેતવણી

રાજકોટ, તા. ૨ :. રાજકોટ શહેરના પૂર્વ વિભાગના મામલતદાર શ્રી એસ.જે. ચાવડાએ મહેસુલ બાકી અંગે મોટા માથાઓનું લીસ્ટ બનાવી કુલ ૬૦થી વધુ આસામીઓ પાસેથી મહેસુલ બાકી વસુલવા નોટીસો ફટકારતા અને જો રકમ નહીં ભરે તો મિલ્કત ટાંચમાં લેવાશે તેવી ચેતવણી આપી દેતા આવા બાકીદારોમાં દોડધામ થઈ પડી છે.

જેમને નોટીસો ફટકારાઈ છે તેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડ, દૂરદર્શન, આજી ડેમ, સદગુરૂ રણછોડનગર કો.ઓ. સોસાયટી, ચંપકનગર કો.ઓ. સોસાયટી, ગઢીયાનગર કો.ઓ. સોસાયટી, રાજકોટ મ્યુનિ. વર્કશોપ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, એચ.જે. સ્ટીલ, જીઆઈડીસી - આજી વસાહત સહિતના મોટા માથાઓ - સોસાયટીનો સમાવેશ થાય છે. આ તમામની રકમ - વિગતો આ મુજબ છે.

નામ અને બાકી રકમ મહેસુલ....

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નવા માર્કેટયાર્ડ બાકી રકમ - ૧,૩૦,૦૦૦, દૂરદર્શન આજીડેમ - ૩૨૭૮૮, જીઆઈડીસી-આજી વસાહત - ૪૪૧૧૯, યુનિકલ ફાઉન્ડ્રી - ૨૪૧૭, એચ.જે સ્ટીલ - ૩૬૪૨૭, વિજયનગર સોસાયટી - ૧૪૧૦૫, મહાત્મા ગાંધી સોસાયટી - ૧૦૬૨૬, મજુર શ્રમજીવી સોસાયટી - ૫૫૭૧, એન. કુંવરજી એન્ડ કાું. - ૨૦૮૧, કેશોદ ઈન્ડસ્ટ્રીઝ - ૨૦૧૩, રાજકોટ મ્યુનિ. વર્કશોપ - ૫૧૪૨૦૦, ગુજરાત હાઉસીંગ બોર્ડ - ૧૪૫૯૩, ગુજરાત હાઉસીંગ બોર્ડ ડેરીલેન્ડ - ૮૩૫૭૪, રામનગર સોસાયટી - ૨૧૯૫૩, સદગુરૂ રણછોડનગર સોસાયટી - ૨૧૫૨૧, ચંપકનગર સોસાયટી - ૯૨૯૮, ગઢીયાનગર સોસાયટી - ૩૧૧૦૬ સર્વોદય દલતિ કો.ઓ. સોસાયટી - ૧૬૬૫૧ અને શકિત કો.ઓ. હા. સોસાયટીની બાકી રકમ મહેસુલ ૨૯૭૪૭ માટે નોટીસો ફટકારાઈ છે.(૨-૨૨)

(3:39 pm IST)