Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

સ્વામીનારાયણ મુખ્ય મંદિરે બુધવારે મતવાલી માણકી (ઘોડી)નો મહોત્સવ ઉજવાશે

સ્વામીનારાયણ સંપ્રદાયમાં સર્વ પ્રથમ રાજકોટમાં

રાજકોટ, તા. ૨ : સ્વામીનારાયણ મુખ્ય મંદિર (ભપેન્દ્ર રોડ) ખાતે માણકી (ઘોડી)ના અશ્વાર બની સ્વામીનારાયણ ભગવાને અનેક જીવોનું કલ્યાણ કરેલ છે. તે મણીગર માવાની મતવાલી માણકી (ઘોડી)નો મહામહોત્સવ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સર્વપ્રથમ રાજકોટમાં તા.૪ જુલાઈને બુધવારે રાત્રીના ૯:૩૦ થી ૧૨ સુધી મંદિરના વિશાળ એસી સભામંડપમાં શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી (હરીદ્વારવાળા)ના અધ્યક્ષસ્ર્થાને મહામહોત્સવ ઉજવાશે.

માણકી ઘોડીના જીવન ચરિત્રની પ્રેરક ગાથા પ્રવકતા શ્રી લક્ષ્મણભાઈ આદ્રોજા સૌના હૈયા જીતી લેશે. ધ્રાંગધ્રાથી શ્રી ભજનપ્રકાશદાસજી સ્વામી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના ગાયક શ્રી હરસુખભાઈ પાટડીયા પોતાના સાજ સાજીંદાઓ સાથે સંગીતના સથવારે સૌને ભકિતરસમાં તરબોળ કરી દેશે.

કાર્યક્રમનું સંચાલન તથા એનાઉન્સર દેવઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઈ રાધનપુરા કરશે. શ્રી અક્ષર વલ્લભદાસજી સ્વામી કોઠારી શ્રી અમરાપુર તથા ગામે ગામથી સંતો આર્શીવચન પાઠવશે. ભાવિકોને લાભ લેવા શાસ્ત્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે. તેમ સત્સંગી સેવક મનસુખભાઈ એમ. પરમારની યાદીમાં જણાવાયુ છે.

(3:37 pm IST)