Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

બાડા (કચ્છ) વિપશ્યના સેન્ટરના ડો. સાંવલા અને પુષ્પાજી રાજકોટમાં

ત્રણ દિવસથી વિપશ્યના સાધનાનો લાભ લેતા જુના સાધકો : કાલે પણ સાધકોને મળશે

રાજકોટ : ભગવાન બુધ્ધ દ્વાા શોધાયેલ વિપશ્યના મેડીટેશન સીસ્ટમને પૂ. સત્યનારાયણ ગોયંકાજીએ બર્મામાં વિકસાવી અને ભારત લાવ્યા. આજે વિશ્વના ૧૦૦ થી વધુ દેશોમાં તેના ૨૭૦ થી વધુ કેન્દ્રો ચાલી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં બાડા (કચ્છ), અમદાવાદ, મહેસાણા, નવસારી, ધર્મજ, પાલીતાણા, જુનાગઢ સહીતના સ્થળોએ દર મહિને ૧૦ દિવસના ર કેમ્પનું આયોજન થઇ રહ્ય છે. ડો. સાંવલા (૯૦ વર્ષની ઉંમરે છેલ્લા ૨૫ વર્ષથી બાડા (કચ્છ) નું કેન્દ્ર ચલાવી રહ્યા છે. તેમના ધર્મપત્ની પુષ્પાબેન પણ આ ઉંમરે તેમને સાથ આપી રહ્યા છે. જુના સાધકો માટે તાજેતરમાં રાજકોટ આવ્યા ત્યારે ગીત ગુર્જરી-૩ ખાતે ત્રણ દિવસીય કાર્યક્રમ વિપશ્યના સાધનાનો ગોઠવ્યો હતો. જેમાં ધર્મ મંગલ અને બ્રહ્મ વિહાર અંગેની સમજ અપાઇ હતી. કાલે તા. ૩ ના મંગળવારે સવારે ૭.૩૦ થી ૧૦.૩૦ સુધી ગીત ગુર્જરી સોસાયટી-૩, ભાભા કૃપા ખાતે તેઓ જુના સાધકોને મળશે. તેમ રમેશ ઠકકર (મો.૯૯૦૪૪ ૭૧૧૧૬) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૪)

(3:32 pm IST)