Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

જો તુમકો હો પસંદ... મુકેશ- કિશોર- રફીના ગીતો પર શ્રોતાઓ ઝૂમ્યા

રાજકોટઃ જુની ફિલ્મોના સુમધુર ગીતો તથા અન્ય કાર્યક્રમોના રાજકોટના આયોજક તથા બેન્ક કર્મચારી બિપીન ચીકાણી દ્વારા આયોજિત કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમ શ્રોતાઓ માટે લાંબા સમયના સંભારણા જેવો બની રહ્યો. જો તુમ કો હો પસંદ શીર્ષક હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ખ્યાતનામ ગાયકો સર્વશ્રી મુખ્તાર શાહ (વો.ઓફ.મુકેશ, અમદાવાદ), દેવાંગ દવે (વો.ઓફ.કિશોરકુમાર, સુરત), વૈભવ વશિષ્ઠ (વો.ઓફ.રફી,મુંબઈ) તથા રાજકોટના કોકિલકંઠી ગાયિકા સોનલ ગઢવી દ્વારા થયેલ દરેક ગીતોની સ્ક્રિપ્ટની શ્રોતાઓ ઉપરાંત ગાયક કલાકારોએ પણ પ્રશંસા કરી હતી. ખાસ કરીને, સ્ટેજ કાર્યક્રમોમાં ભાગ્યે જ લેવાતાં ગીતો જેવા કે, રોક જાના ઓ જાના હમસે (વોરન્ટ), મસ્ત બહારોં કા મૈં આશિક (ફર્ઝ), હાલ કયા હૈ દિલોં કા (અનોખી અદા), સાત અજુબે ઈસ દુનિયામેં (ધરમ વીર), વાદા તેરા વાદા (દુશ્મન), યે પરદા હટા દો (એક ફુલ દો માલી), તુમ મિલે પ્યારસે (અપરાધ), ચમન કે ફુલ ભી તુજકો (શિકારી) તથા હમકો તુમસે હો ગય હૈ પ્યાર (અમર અકબર એન્થની) જેવાં ગીતોના સમાવેશથી શ્રોતાઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.  કી- બોર્ડ પ્લેયર તુષાર ગોસાઈના સંગીત સંચાલન હેઠળ ઓરકેસ્ટ્રાના તમામ કલાકરોના અદભૂત સાથ થકી કાર્યક્રમને ચાર ચાંદ લાગ્યા હતા. સંચાલન શ્રીમતિ ગાર્ગી નિમ્બાર્ક દ્વારા તથા સાઉન્ડ ઓપરેટિંગ સાઉન્ડ એન્જીનિઅર સુનિલ પટેલ દ્વારા કરવામાં આવેલ. બીપીન ચીકાણીના જન્મદિન નિમિત્તે મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં કાર્યક્રમને સફળતા માટે સર્વશ્રી સાગર ચીકાણી, સંજય સોરઠીયા (ફોરચ્યુન ટાવર), જયેશ ઓઝા (સૂર સરિતા ઈવેન્ટ), દિનેશ વિરાણી (ઉત્સવ ગ્રુપ), હરેશ ભટ્ટ (એસબીઆઈ ઓફિસર), સૂર સાનિધ્ય ઈવેન્ટ્સના આર. ડી. ઠકકર વગેરેએ જહેમત ઉઠાવી હતી.(૩૦.૬)

(3:31 pm IST)