Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

જુગારના પાંચ દરોડામાં ૮ મહિલા સહિત ૨૧ પકડાયાઃ ૭૫ હજારની રોકડ કબ્જે

દિનદયાલનગર, ગાંધીગ્રામ, સ્વામિનારાયણ પાર્ક, ગણેશનગર, અને વેલનાથપરામાં દરોડા

રાજકોટ તા. ૨: જુદા-જુદા સ્થળે પોલીસે જૂગારના પાંચ દરોડા પાડી ૮ મહિલા સહિત ૨૧ને પકડી લઇ કુલ રૂ. ૭૫૧૭૦ની રોકડ કબ્જે લીધી હતી.

આજીડેમ પોલીસનો દરોડો

આજીડેમ પોલીસે ગોંડલ રોડ પંડિત દિનદયાલ નગર ત્રણ માળીયા કવાર્ટર બ્લોક નં. ૧૮/૨૧૦માં રહેતાં પ્રફુલ અજુભાઇ ચોૈહાણ (ઉ.૨૬)ના ઘરમાં દરોડો પાડી તેને તથા વિપુલ ખોડાભાઇ ભેંસાણીયા (ઉ.૪૦-રહે. કૃષ્ણનગર નવલનગરના છેડે), ભાવેશ દામજીભાઇ રંગાણી (ઉ.૩૦-રહે. નહેરૂનગર-૨), સંજય બાવાભાઇ પાંભર (ઉ.૩૨-રહે. મવડી રોડ નંદનવન-૩), વિનોદ બચુભાઇ તળાવીયા (ઉ.૪૨-રહે. મવડી ગુરૂકુળ પાસે સિતારામ ચોક-૩) તથા ગોવિંદ વરજાંગભાઇ આત્રોલીયા (ઉ.૩૨-રહે. નવલનગર-૩)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨૫૫૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

આ દરોડામાં પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ કે. જી. સિસોદીયા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, કોન્સ. જયદિપસિંહ બોરાણા, પરેશભાઇ સાંગાણી, શૈલેષભાઇ ભીંસડીયા સહિતનાએ કનકસિંહ સોલંકીની બાતમી પરથી પાડ્યો હતો.

જ્યારે ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલાવાળા રોડ પર બિલેશ્વર મંદિર સામે શ્યામનગરમાં રહેતાં વૃધ્ધા લીલાબેન ચંદ્રકાંતભાઇ ઝાલા (ઉ.૬૫)ના ઘરમાં દરોડો પાડી તેને તથા દિપેશ કિશોરભાઇ લાંઘરોજા (ઉ.૩૧-રહે. શ્યામનગર-૪), અનસુયાબેન શિવલાલભાઇ રાઠોડ (ઉ.૬૦-રહે. ભારતીનગર-૪) અને સરોજબેન દિલીપભાઇ વ્યાસ (ઉ.૫૨-રહે. અયોધ્યા ચોક રાધા પાર્ક)ને પકડી લઇ રૂ. ૧૧૪૩૦ની રોકડ કબ્જે લીધી હતી. પી.આઇ. એચ.આર. ભાટુની રાહબરીમાં એએસઆઇ પુષ્પાબેન પરમાર સહિતે આ દરોડો પાડ્યો હતો.

તાલુકા પોલીસનો દરોડો

આ ઉપરાંત તાલુકા પોલીસ મથકના કોન્સ. અશોકભાઇ ડાંગરની બાતમી પરથી ૧૫૦ રીંગ રોડ પર સ્વામિનારાયણ પાર્ક-૩માં રશ્મી નામના મકાનમાં દરોડો પાડી  સુમિતાબેન અશ્વિનભાઇ સોલંકી (ઉ.૪૦), ગીતાબેન બાબુભાઇ ટીલાવત (ઉ.૪૫), અક્ષતાબેન મુકેશભાઇ ચોહલીયા (ઉ.૩૫), નીતાબેન ભરતભાઇ જસાણી (ઉ.૫૦) તથા દિવ્યાબેન રોહિતભાઇ ઉજેણીયા (ઉ.૪૪)ને જુગાર રમતાં પકડી લઇ રૂ. ૨૮૧૪૦ની રોકડ કબ્જે લેવાઇ હતી.

બી-ડિવીઝન પોલીસના જૂગારના બે દરોડા

મોરબી રોડ ગણેશનગર-૪માં જગદીશભાઇ મેઘજીભાઇ વીસરીયા (ઉ.૪૧)ના ઘરમાં બી-ડિવીઝન ડી. સ્ટાફે દરોડો પાડી તેને તથા મોહન નારણભાઇ ઘેડા, જીતેન્દ્ર પ્રકાશભાઇ થરૂ તથા મોહન હરિભાઇ દેવરીયાને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૭૦૦૦ રોકડા તથા ગંજીપાના કબ્જે લીધા હતાં. જ્યારે વેલનાથપરા વોંકળા કાંઠે જાહેરમાં જુગાર રમતાં રમેશ નાનજીભાઇ સરવાડીયા (ઉ.૪૮) અને અશોક દેેશાભાઇ મકવાણા (ઉ.૪૬) (રહે. બંને સોહમનગર)ને પકડી લઇ રૂ. ૩૧૦૦ કબ્જે લીધા હતાં. (૧૪.૯)

(12:25 pm IST)