Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

સુશાનના ૭ વર્ષની સેવામય ઉજવણી

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતાપૂર્વક સાત વર્ષ પુર્ણ થવાના અવસરે શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યો થકી આ પ્રસંગની ઉજવણી કરવામાં આવેલ હતી, ત્યારે શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકાર્યો જેમ કે શહેરના તમામ વોર્ડમાં ૧૮ હજારથી વધુ માસ્કનુ વિતરણ તેમજ રોગપ્રતિકાર શકિત વધે તે માટે તમામ વોર્ડમાં હલ્દી દુધના પાવડરનું નિઃશુલ્ક વિતરણ અને દરેક મોરચાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવેલ, તે અંતર્ગત વોર્ડ નં.૪ માં અરવિંદ રૈયાણી, કિશોર રાઠોડ, અશોક લુણાગરીયા, સી.ટી.પટેલ, કાનાભાઇ ઉધરેજા, દીનેશ ચૌહાણ, પરેશ પીપળીયા, કાળુભાઇ કુંગશીયા, સોનલબેન ચોવટીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, વોર્ડ નં. ૭માં ઠકકરબાપા અને વીરમાયા પ્લોટ ખાતે કશ્યપ શુકલ, અનીલભાઇ પારેખ, રમેશભાઇ દોમડીયા, રાજુ મુંધવા, અનીલ લીંબડ, દેવાંગ માંકડ, નેહલ શુકલ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, ડો. ઉન્નતીબેન ચાવડા, વોર્ડ નં. ૧૧ માં લાખાભાઇ સાગઠીયા, લીલુબેન જાદવ, ભારતીબેન પાડલીયા, સંજય બોરીચા, વૈભવ બોરીચા, વોર્ડ નં.૧૩માં ગોવિંદભાઇ પટેલ, દીવ્યરાજસિંહ ગોહીલ, વિજય ટોળીયા, ધીરૂભાઇ તરાવીયા, કેતન વાછાણી, જયાબેન ડાંર, વિજય કોરાટ, સુરેન્દ્રસિંહ વાળા, નિતીન રામાણી, સોનલબેન સેલારા, વોર્ડ નં. ૧૪માં રક્ષાબેન બોળીયા, હરીભાઇ રાતડીયા, જયોત્સનાબેન હળવદીયા, વીપુલ માખેલા, નરેન્દ્ર કુબાવત, નીલેશ જલુ, કેતન પટેલ, ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સેવા વસ્તી વિસ્તારોમાં હલ્દી દુધ તેમજ માસ્ક વિતરણ કર્યુ હતું.

(3:12 pm IST)