Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

રાજકોટ શહેર-જીલ્લામાં માત્ર ૧પ દિ'માં ૧૮૬ર દસ્તાવેજો નોંધાયાઃ સ્ટેમ્પ ડયુટીની કરોડોની આવક

રાજકોટ તા. ર :.. લોકડાઉનમાં ઓન લાઇન દસ્તાવેજોની કલેકટર દ્વારા મંજૂરી અપાઇ છે, પરીણામે તા. ૧૯ મે થી ૩૧ મે દરમિયાન ઓનલાઇન દસ્તાવેજો નોંધવા મકાન માલિકો-જમીન-પ્લોટ ધારકોમાં ભારે ધસારો નોંધાયો હતો.

સબ રજીસ્ટ્રાર કચેરીના સુત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટના ૮ ઝોનમાં ૬૦૦ થી વધુ તો જીલ્લાના થઇને કુલ ૧૮૬ર દસ્તાવેજો નોંધાયા છે.

જેમાં રાજકોટ ઝોન-૧ માં ૧ર૯, ઝોન-૩ માં ૧૩૬, ઝોન-૮ (રૂરલ) માં ૧૪ર, ઝોન-પ માં ૯૭, ગોંડલ ૧૭૪, પડધરી ૪૪, લોધીકા ૮૪, ઉપલેટા-૮૦, ઝોન-રમાં ૧૭૭, વીંછીયા-૯, કોટડા સાંગાણી-૭ર, ધોરાજી-પ૯, રાજકોટ ઝોન-૬ માં  ૧પ૯, ઝોન-૪ માં ૧૪૩, જેતપુર ૧૪પ, જામકંડોરણા-ર૬, જસદણ-૮૭ અને રાજકોટ ઝોન-૭ કોઠારીયામાં ૯૯ દસ્તાવેજો ઓન લાઇન નોંધાયા છે.

સુત્રોએ ઉમેર્યુ હતું કે, ઓનલાઇન નોંધણી અને ફી ભરાયા બાદ દરેક પક્ષકારને ૧પ મીનીટનો સમય અપાય છે, અને તે જોતા દરેક ઝોનમાં આખો દિવસ દરમિયાન રપ થી ૩૦ દસ્તાવેજો નોંધાય છે.

તેમણે જણાવેલ કે કુલ ૧૮૬ર દસ્તાવેજોની ફી ૧ કરોડ ર૮ લાખ અને સ્ટેમ્પ ડયુટી ૭ કરોડ ૧૪, લાખ મળી સરકારને કુલ ૮ કરોડ ૪ર લાખની આવક થઇ છે, હવે અનલોક-૧ માં જૂન મહિનામાં ડબલ દસ્તાવેજોની નોંધણી થશે તેમ સુત્રોએ ઉમેયુંર્ હતું.

(3:57 pm IST)