Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

જંગલેશ્વરમાં ફરજ બજાવનાર ભકિતનગર પોલીસ ટીમનું સન્માન

કોરોનાના કહેર અને લોકડાઉનના સમયમાં હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર જેવા વિસ્તારોમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર પી.આ. વી. કે. ગઢવી અને ભકિતનગર પોલીસ સ્ટેશનની ટીમનું આ વિસ્તારના લોકો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યુ હતુ. નિલકંઠ સીનેમા પાસે મેડીકલ સ્ટોર ધરાવતા ચિરાગભાઇ અને તેમની ટીમના આ આયોજનમાં આ વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કર્મીઓ સર્વશ્રી વી. કે. ગઢવી, પી. એસ. આઇ. ધામડા, કોન્સ્ટેબલ રણજીતસિંહ, ભરતભાઇ, મહેન્દ્રભાઇ, વિક્રમભાઇ, દિવ્યરાજસિંહ, કવિરાજભાઇ, મેહુલભાઇ, સતિષભાઇ, દેવાભાઇ, વાલજીભાઇ, ભાવેશભાઇ વગેરેએ પોતાના જીવ કે ઘર પરિવારની પરવા કર્યા વગર બજાવેલ સેવા અને કર્તવ્ય નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી.

(3:56 pm IST)