Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂ. ર૦ કરોડના અટવાયેલા બાંધકામના કામ તાકીદે શરૂ કરવા પેથાણીનો આદેશ

લાયબ્રેરી ભવન, સ્પોર્ટસ, હોસ્ટેલ, યોગા સેન્ટર, હેલ્થ સેન્ટર, કેમ્પસ પાર્ક સહીતના કામોમાં ટેન્ડરીંગ કરોઃ બેઠક મળી

રાજકોટ, તા., રઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક પ્રકારના વિવાદ ચાલી રહયા છે. ત્યારે કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણીએ હવે વિકાસનો માર્ગ અપનાવ્યો છે.

કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણીએ યુનિવર્સિટી ેકેમ્પસ ઉપર લાયબ્રેરીભવન, ઓપન એર સ્ટેજ, સ્પોર્ટસ .....કેમ્પસ પાર્કીગ, નોન ટીચીંગ સ્ટાફ કવાર્ટર, હેલ્થ સેન્ટર, યોગા સેન્ટર, કેમેસ્ટ્રી હોલનું સમારકામ સહીતના કામો ઝડપથી હાથ ઉપર લેવા અને તુરંત ટેન્ડર પ્રસિધ્ધ કરવા ઉપર ભાર મુકયો છે.

કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણીએઙ્ગઆજે એસ્ટેટ વિભાગના પદાધિકારીઓ સહીત સંલગ્ન જવાબદારોને બોલાવીને સ્પષ્ટ સુચના આપી છે કે એસ્ટેટ કમીટી, ફાયનાન્સ કમીટી, તેમજ સ્મારક કામોને તાકીદે હાથ ઉપર લઇને ઝડપી પુર્ણ કરવા પર ઘનિષ્ઠ ચર્ચા કરી હતી.

(3:55 pm IST)