Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

આનંદ બંગલા ચોકમાં કેરી લઇ રહેલા રિક્ષાચાલકનો મોબાઇલ સેરવાયોઃ શકમંદો હનુમાન મઢીએ પકડાયા

મોબાઇલ ચોરીની ફરિયાદ કરવા માટે નીકળેલા રિક્ષાચાલકને શકમંદો રસ્તામાં મળી ગયાઃ તેનો ફોન ન મળ્યો, બીજા એક વ્યકિતનો ફોન રિક્ષામાંથી મળ્યોઃ મહિલા-પુરૂષની પુછતાછ

રાજકોટઃ આજે ભીમ અગિયારસ નિમીતે ઠેકઠેકાણે લોકો કેરી લેવા ઉમટી પડ્યા હતાં. ગિરદીનો લાભ લેવા ઉઠાવગીરો પણ મેદાનમાં આવી ગયા હતાં. આનંદ બંગલા ચોકમાં એક રિક્ષાચાલક આધેડ કેરી ખરીદી રહ્યા હતાં ત્યારે તેનો મોબાઇલ ફોન એક મહિલાએ સેરવી લીધો હતો. તેનું ધ્યાન પડી જતાં એ મહિલા બે બાળકો સાથે રિક્ષામાં બેસી નીકળી ગઇ હતી. રિક્ષાચાલક આ બારામાં ફરિયાદ કરવા જવા પોલીસ કમિશનર કચેરી તરફ રવાના થયા હતાં. ત્યાં શકમંદ મહિલા જે રિક્ષામાં બેસી નીકળી ગઇ હતી અને રિક્ષા હનુમાન મઢી નજીક મળી જતાં મહિલા તથા સાથેના શખ્સને પકડી લઇ દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં. એ દરમિયાન એક શખ્સ રિક્ષામાંથી ભાગી ગયો હતો. પોલીસે શકમંદ મહિલા, રિક્ષા ચાલકને સકંજામાં લીધા હતાં. જો કે અન્ય એક ફોન મળી આવ્યો હતો. આ ફોન પણ આનંદ બંગલા ચોકમાંથી જ સેરવવામાં આવ્યો હતો. પોલીસે શકમંદોની વિશેષ પુછતાછ હાથ ધરી છે. તસ્વીરમાં રિક્ષા, જેનો ફોન ગયો એ આધેડ તથા શકમંદ મહિલા તથા પોલીસ સ્ટાફ જોઇ શકાય છે.

(3:52 pm IST)