Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

કાલથી રાજકોટ - જુનાગઢ અને રાજકોટ-જામનગર વચ્ચે ૮ નોનસ્ટોપ બસો દોડશેઃ નવી ૧૮ બસો મૂકાઇ

રાજકોટ તા. ર :.. કાલથી રાજકોટ એસ. ટી. ડીવીઝન દ્વારા મુસાફરોનો ટ્રાફીક વધતા જુનાગઢ-જામનગર માટે રાજકોટથી નોન સ્ટોપ ૮-૮ બસો દોડાવાશે, જેનો સમય પણ જાહેર કરાયો છે, આવી જ રીતે પંચાયતનગરથી માણાવદર અને જામજોધપુરની બસ શરૂ કરાઇ છે. કૂલ ૧૮ નવી બસો ચાલુ કરાયાનું ડેપો મેનેજર શ્રી નીશાંત વરમોરાએ અકિલાને જણાવ્યું હતું.

 કાલથી જૂનાગઢ-રાજકોટ વચ્ચે ૦૭. ૦૦,  ૦૭.૩૦, ૦૮.૩૦, ૦૯.૦૦, ૧ર.૪પ, ૧૩.૧પ, ૧૪.૧પ, ૧૪.૪પ એ (નોન સ્ટોપ જુનાગઢ) અને રાજકોટ-જામનગર વચ્ચે સવારે ૮-૯, ૧૦,૧૧,૧ર.પપ, ૧૩.પપ, ૧૪.પપ, ૧પ.પપ  એ  (નોન સ્ટોપ-જામનગર) માટે બસો દોડશે.

આ ઉપરાંત ૭.૩૦ વાગ્યે પંચાયતનગર-માણાવદર/બાંટવા (૧પ૦ રીંગ રોડ થઇને ગોંડલ ચોકડી થઇને જાશે) અને સવારે ૭.૦૦ વાગ્યે પંચાયતનગર-જામજોધપુર (૧પ૦ રીંગ રોડ થઇને ગોંડલ ચોકડી થઇને જાશે) કુલ ૧૮ અન્ય બસ ચાલુ કરાશે. તમામ બસો રાજકોટ ડેપોની છે. 

(3:49 pm IST)