Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

આર.સી.સી. બેંક દ્વારા ૫૦ ટકા વ્યાજ રાહત નિર્ણય પ્રશંસાપાત્રઃ ચેતન રામાણી

રાજકોટ, તા. ૨ :. જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તેમજ સહકારી અગ્રણી ચેતન રામાણી આર.સી.સી. બેંક દ્વારા ધિરાણમાં ૫૦ ટકા વ્યાજ રાહતના નિર્ણયને આવકારતા બેંકના સી.ઈ.ઓ. પુરૂષોતમભાઈ પીપરીયા, ચેરમેન મનસુખભાઈ પટેલ, મેનેજીંગ ડિરેકટર બીનાબેન કુંડલીયા તેમજ સમગ્ર વહીવટી વિભાગને અભિનંદન પાઠવતા જણાવે છે કે મુશ્કેલીના સમયમાં ગ્રાહકોની પડખે ઉભા રહેવાની પરંપરાને હરહંમેશની જેમ આર.સી.સી. બેંકએ અવિરત ચાલુ રાખી છે તેમજ સમગ્ર વિશ્વ જે કોરોના જેવી મહામારીથી ચિંતીત છે ત્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં સહાયરૂપ થવા બેંકના ધિરાણ ખાતેદારના વિશાળ હિતમાં બે મહિના માટે વ્યાજનો દર પ્રવર્તમાન દર કરતા અડધો (૫૦ ટકા) કરીને બેંકના ખાતેદારોને ૫૦ ટકા વ્યાજની રાહત આપવા માટેનો સરાહનીય નિર્ણય છે.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સાથે મળીને કોરોના સામે લડવા માટે સહુને વિનંતી કરી હતી તેને ધી રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક લી. એ સહાયરૂપ થવા પહેલ કરી તે સરાહનીય તેમજ અનેક બેંકો માટે પ્રેરણારૂપ સાબિત થયુ છે.

(2:43 pm IST)