Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

દાઉદી વ્હોરા સમાજ દ્વારા રકદાન કેમ્પઃ રકતની ૪૫ બોટલ એકત્ર

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજની બિંગ યુનાઈટેડ એન.જી.ઓ. સંસ્થા તથા પુરૂષાર્થ યુવક મંડળ ટ્રસ્ટના સહયોગથી કુત્બી હોલ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫થી વધુ રકતદાતાઓએ બ્લડ ડોનેટ કરેલ હતું. બિંગ યુનાઈટેડ એન.જી.ઓ. દ્વારા આ લોકડાઉનમાં ત્રીજો બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, કોર્પોરેટર દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર મુકેશભાઈ રાદડીયા, હારૂનભાઈ શાહમદાર, શ્રી ફર્નાન્ડીઝ વિ. ઉપસ્થિત રહ્યા હતા તેમ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવ્યુ હતું.

(2:42 pm IST)