Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

આજે ભીમ અગિયારસઃ વિષ્ણુ ભગવાનની પુજાનું મહત્વ

આ દિવસે ભીમે નકોરડો ઉપવાસ કરીને યુધ્ધમાં જીત મેળવી હતીઃ વાવણીનું મુહૂર્ત સચવાશે કે નહી ?

રાજકોટ તા.ર : આજે ભીમ અગિયારસ છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પુજાનું વિશેષ મહત્વ છે તેમજ વાવણી કરીને ખેડુત મુહૂર્ત સાચવતા હોય છે. ત્યારે આજે વરસાદ થશે કે નહી ? તેના ઉપર સૌની નજર છે.

જેઠ માસની નિર્જળા - ભીમ એકાદશી છે. અનેક શ્રધ્ધાળુઓ આ દિવસે નિર્જળા ભીમ એકાદશી કરતા હોય છે. જો કે, કોરોનાને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને કારણે ધર્મસ્થાનો - મંદિરો બંધ હોવાથી પ્રત્યક્ષ દર્શન નહીં થઇ શકે. જેઠ માસનાં શુકલ પક્ષમાં આવતી એકાદશીને નિર્જળા એકાદશી - ભીમ એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે પાંડુપુત્ર ભીમ એકાદશી કરવા માટે અસમર્થ હતો, છતાં તેણે એકાદશીનું વ્રત કર્યુ હતુ. આ એકાદશી કરવાથી ભગવાન અક્ષરધામની પ્રાપ્તી થાય છે.

આ દિવસે ઉપવાસ અને જળથી પુર્ણ કુંભ - ઘડાનું દાન વિદ્વાન, જરૂરીયાતમંદને કવિાથી સર્વ પ્રકારની મનોકામના પુર્ણ થાય છે. સાથે જ યથાશકિત દાન પણ કરવું જોઇએ. ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી જોઇએ. ભગવાનને તુલસીદલ અર્પણ કરવા, પુરૂષસુકતનું પઠન પણ ઉતમ માનવામાં આવ્યું છે. સાથો સાથ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું પઠન પણ શુભ ફળદાયી માનવામાં આવે છે.

ભીમ અગિયારસને નિર્જળા એકાદશી પણ કહેવાય છે. ભીમ અગિયારસનું વ્રત કરવાથીઆખા વર્ષની અગિયારસ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કરવાથી મનોકામના પુર્ણ થાય છે, દોષ-કષ્ટ દુર થવાની પૌરાણીક માન્યતા છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નૈવેદ્યમાંૅ કેરી ધરાવવી અને તેનો પ્રસાદ જમવાનું પણ મહત્વ છે. (૭.૧૮)

 

(12:53 pm IST)