Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

PGVCLએ ઇતિહાસ રચ્યો : એકી સાથે ૧૧૬૨ ઇલે. આસિ.ની ભરતી

એમડી શ્વેતા તેઓટીયા અને ટીમ દ્વારા મોડી રાત્રે કાર્યવાહી : કુલ ૧૩ સર્કલમાં ચોઇસ મુજબ ઇલે. આસિ. (હેલ્પરો) મૂકાયાઃ વીજ સ્ટાફની ઘટ સંપૂર્ણ બૂરાઇ ગઇ : વર્ષો જૂની માંગણી સંતોષાઇ : દરેકને રાત્રે જ SMS દ્વારા જાણ કરી દેવાઇ

રાજકોટ તા. ૨ : પીજીવીસીએલમાં ઐતિહાસિક ગણી શકાય તેવી વિદ્યુત સહાયક - ઇલે. આસી.ની ભરતીના ગત મોડી રાત્રે મેરીટ મુજબ કરાયા છે, અને દરેકને સર્કલમાં પણ મેરીટને સ્થાન અપાયાનું વીજ કચેરીના સૂત્રોએ ઉમેર્યું હતું.

મળતી વિગતો મુજબ પીજીવીસીએલ અને જેટકોમાં ગઇકાલે રાત્રે ૧૧૬૩ ઇલે. આસી.ની ભરતીના ઓર્ડરો થતા આ તમામના પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે, પીજીવીસીએલના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં ટેકનિકલ સ્ટાફની ભરતી પ્રથમ વખત થઇ છે.

અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝડ કાર્યવાહી થઇ છે, મેરીટના આધારે દરેકને કુલ ૧૩ સર્કલમાંથી ચોઇસ અપાઇ છે, અને ઓર્ડર બાદ તમામ ૧૧૬૨ ઉમેદવારોને એસએમએસ પણ રાત્રે જ કરી દેવાયા હતા, હવે પીજીવીસીએલમાં લાઇન સ્ટાફની ઘટનો છેદ ઉડી ગયો છે, અને ફરીયાદો સહિતની કામગીરી ઝડપી બની જશે.

આ ભરતીના ઓર્ડરોમાં ગઇકાલે મોડી રાત સુધી એમડીશ્રી શ્વેતા તેઓટીયા, ચીફ ઇજનેરશ્રી ગાંધી, શ્રી કોઠારી તથા શ્રી કટારાએ સફળ કામગીરી બજાવી હતી.

આ તમામ ભરતી કરાયેલ હેલ્પરને ત્રણ વર્ષ સુધી ફિકસ પગાર મળશે, જેમાં પ્રથમ વર્ષે ૧૭૫૦૦, બીજા વર્ષે ૨૦ હજાર અને ત્રીજા વર્ષે ૨૨ હજાર પગાર મળશે, બાદમાં ચોથા વર્ષથી રેગ્યુલર પોસ્ટીંગ થશે અને ત્યારે લગભગ ૩૦ હજાર આસપાસ પગાર થશે.

પીજીવીસીએલને આ ભરતીથી દર મહિને ૨ કરોડથી વધુનો બોજો પડશે, વર્ષે ૨૪ કરોડથી વધુનો પગાર વધી જશે.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની સફળ રજુઆતનું પરિણામ આવી ઉમદા કર્મચારીલક્ષી કામગીરી થકી ૧૧૬૨ જેટલા ઇલે આસીની ભરતીના ઓર્ડર કરવામાં આવેલ છે જેના થઈ અસહ્ય કાર્યબોજમાં ફરજ બજાવતા પીજીવીસીએલના ટેકિનકલ સ્ટાફ ને મોટી રાહત મળશે અને બીજાનાઙ્ગ ઘરમાં ઉજાસ પાથરવાના કાર્યમાં વધુ સક્રિયતા આવશે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હોદ્દેદારો તરીકે એવો સુંદર અવસર અમોને મળ્યો છે તે ઈશ્વર કૃપા કહી શકાય અને અને ખરા અર્થમાં યુનિયન પ્રવૃતિ કે જેમાં સમૂહનું કલ્યાણ શકય બનેલ છે. તમામ ટેકિનકલ કર્મચારીઓના હિત માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સતત કાર્ય કરે છે તેની સૌથી મોટી સાબિતી આજે આપેલ છે અને જીએસઓ ૪ મુજબ ખૂટતો સ્ટાફ અમારી રજુઆત મુજબ મંજુર કરવા માટેઙ્ગ સરકારશ્રી ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સંઘના પ્રમુખ શ્રી ભરતભાઇ પંડ્યા કાર્યકારી પ્રમુખશ્રી વાસણભાઇ આહીર,ઙ્ગજીયુવીએન એલના એમ ડી શ્રીમતી શાહમીના હુસેન મેડમ, જનરલ મેનજર શ્રી મુન્શી, પીજીવીસીએલના પૂર્વ એમ ડી શ્રી સંદીપકુમાર, હાલના એમ ડી શ્રીમતી સ્વેતા મેડમ, જનરલ મેનેજર શ્રી એ આર કટારા અને તેમની ટીમનો આભાર વ્યકત કર્યો હતો. તેમ એજીવિકાસના બળદેવભાઇ પટેલ, મહેશ દેશાણી, વિજયસિંહ રાણાએ ઉમેર્યું હતું.(૨૧.૫)

ત્રણ વર્ષ ફીકસ પગાર

પ્રથમ વર્ષ  ૧૭,૫૦૦

બીજા વર્ષે  ૨૦,૦૦૦

ત્રીજા વર્ષે  ૨૨,૦૦૦

વીજ તંત્રને દર મહિને  ૨ કરોડનો બોજો આવશે

(10:45 am IST)
  • કાલે અમદાવાદ - ગાંધીનગર - બરોડા- સુરત - વલસાડ - નવસારી - ડાંગ અને પંચમહાલમાં ભારે વરસાદ પડશેઃ કચ્છમાં શકયતા નથી : વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે અરબી સમુદ્રનું ડિપ્રેશન આજે સાંજ સુધીમાં ડિપડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જે આવતીકાલ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક રાજયોમાં ભારે વરસાદ પડશે. તો આવતીકાલે ૩ જૂનના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. જયારે કચ્છમાં સંભાવના ઓછી છે. તા.૩-૪ જૂનના મધ્યપ્રદેશ અને દેશના પશ્ચિમી ભાગોમાં પણ વરસાદ પડશે. access_time 3:49 pm IST

  • ભારતમાં કાળોકેર યથાવત : છેલ્લા 24 કલાકમાં નવા 7695 કેસ વધ્યા: રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1, 98,343 કેસ નોંધાયા : 96,970 એક્ટિવ કેસ : 95,754 દર્દીઓ રિકવર થયા :વધુ 201 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 5608 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2358 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 70,013 થઇ : તામિલનાડુમાં નવા 1162 કેસ :દિલ્હીમાં 990 નવા કેસ નોંધાયા access_time 12:53 am IST

  • નિસર્ગ વાવાઝોડા અંગે વડાપ્રધાન શ્રી મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી : તમામ પ્રકારની મદદ માટે આશ્વાસન આપ્યું : પ્રજાજનોને ધૈર્ય રાખવા સલાહ આપી access_time 7:56 pm IST