Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

રમજાનમાં રોઝદારને ઈફતારીઃ પોલીસ અધિકારીઓનું સન્માન

ફૂલછાબ ચોકમાં રૂ.૧૦૦માં ભજીયાનો સ્ટોલઃ હિન્દુ- મુસ્લિમ ભાઈ- બહેનોએ લાભ લેવા અપિલ

રાજકોટઃ કારમી મોંઘવારીમાં ફરસાણના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ભજીયા રૂ.૨૫૦, ગાઠીયા રૂ.૩૦૦ જેવા ભાવ લેવાય છે. ત્યારે  મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ અને હિન્દુભાઈઓનો પવિત્ર પરસોતમ મહિનો અધિકમાસના ઉપવાસીઓને મદદરૂપ થવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુલછાબ ચોક ખાતે લોઈડ ઉર્ફે કાળુભાઈ કાસમભાઈ દલવાણી એ માત્ર રૂ.૧૦૦ના કીલોના ભાવે ભજીયાનો સ્ટોલ શરૂ કર્યો છે. જે એક માસ સુધી ચાલુ રહેવાનો છે. જેનો હિન્દુ, મુસ્લીમ જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે. તાજેતરમાં નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૨ ડો.કરણરાજ વાઘેલા, ડી.સી.પી. ઝોન-૧ બલરામ મીના, એ.સી.પી.પુર્વ વિભાગ બી.બી.રાઠોડ , પ્ર.નગર પી.આઈ. બી.એમ. કાતરીયા, પી.એસ.આઈ. એમ.જે. રાઠોડ, ડી સ્ટાફના પ્રદિપસિંહ ગોહેલ, મોહસીનખાન મલેક, હેમેન્દ્રભાઈ વાઘીયા, રફીકભાઈ ખોખર વગેરે પોલીસ અધિકારીઓએ ખાસ હાજરી આપેલ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓનું હબિબભાઈ ગનીબાપુ કટારીયા, હશનભાઈ કાસમભાઈ દલવાણી, સુલેમાનભાઈ સંઘાર, બ્રહ્મસમાજના અગ્રણી હરીશકુમાર દવે, સલીમભાઈ કારીયાણી, જૈન અગ્રણી નીલેશભાઈ, સલીમભાઈ દલવાણી, માલધારી સમાજના અગ્રણી ભીખાભાઈ પરસારીયા તથા રઘાભાઈ ભુવા, હનિફભાઈ જુનાગઢી, કાઠી સમાજના અગ્રણી શાંતુભા ખુમાણ, એહસાનભાઈ ચૌહાણ, રઘુવંશી સમાજના અગ્રણી અશોકભાઈ ડાયાભાઈ કોટેચા, લોઈડભાઈ દલવાણી, યુસુફભાઈ મકરાણી, સૈયદ જીલ્લાબાપુ, ઈલીયાસભાઈ ચૌહાણ, મુનાભાઈ કટારીયા, અબુભાઈ ચૌહાણ, ઈમરાનભાઈ કારવાં, હનીફભાઈ કટારીયા વગેરેએ ફૂલહારથી સન્માન કરેલ હતું.(૩૦.૮)

 

(4:23 pm IST)