Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પ્રથમ દિવસથી જ અભ્યાસમાં લાગી જાવઃ નિયમીત વાંચન જરૂરીઃ માર્કેટીંગમાં જવાની ઈચ્છા

સોની સમાજનું ગૌરવ મિસરી પાટડીયા ધો.૧૨ ગુજરાતી એસ.એલ.માં બોર્ડ ફર્સ્ટ

રાજકોટ, તા. ૨ : ધો.૧૨ કોમર્સ અંગ્રેજી માધ્યમમાં મિસરી પાટડીયાએ ૯૯.૯૮ પીઆર (૯૩ ટકા) સાથે ઝળહળતી સફળતા હાંસલ કરી છે. તેઓએ ગુજરાતી એસ.એલ.માં ૯૨ માર્ક સાથે બોર્ડ ફર્સ્ટ રહ્યા છે.

પાટડીયા પરિવારની કોહીનૂર સમાન દિકરી અને કે.જી. ધોળકીયામાં અભ્યાસ કરતી મિસરી શૈલેષભાઈ પાટડીયાએ (જીએચએસબી) ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ- ૨૦૧૮માં લેવાયેલ ધો.૧૨ કોમર્સ ઈંગ્લીશ મીડીયમ પરીક્ષામાં ૯૯.૯૮ પીઆર (૯૩%) સાથે સમગ્ર બોર્ડમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થઈ પાટડીયા પરીવાર તથા સોની સમાજનું નામ રોશન કરેલ છે. મિસરી પાટડીયા કે.જી. ધોળકીયા સ્કુલમાં અભ્યાસ કરેલ છે.

મિસરીએ જણાવેલ કે અભ્યાસ દરમિયાન દરરોજ આઠ કલાક નિયમીત વાંચન કરતી. પરીક્ષા દરમિયાન પણ પ્રથમ ચાર કલાક વાંચન બાદ આરામ કરી ફરી વાંચવા લાગતી. હવે બી.બી.એ.માં એડમિશન લઈ માર્કેટીંગમાં જવાની ઈચ્છા છે. તેઓને અંગ્રેજીમાં ૮૦, એકાઉન્ટમાં ૯૭ માર્ક મેળવ્યા છે. મિસરીના પિતા શૈલેષભાઈ (મો.૮૮૬૬૦ ૪૪૯૦૯) પ્રોપર્ટી ડેવલોપમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે. પાટડીયા પરીવારને અભિનંદનવર્ષા થઈ રહી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૧)

(4:22 pm IST)