Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પંચાયતની કારોબારી સમિતિની બેઠક ૧૧મીએઃ બીનખેતીનો ઘાણવો નિકળશે

રાજકોટ, તા. ૨ :. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ૧૧ જૂને બપોરે ૧૨ વાગ્યે પંચાયત સભાખંડમાં મળશે. જેમાં બીનખેતીને લગતી ૬૦ જેટલી ફાઈલો અંગે નિર્ણય થશે. જિલ્લા વિકાસ અધિકારી તરીકે અનિલકુમાર રાણાવાસીયા આવ્યા પછી બીનખેતીના પ્રકરણો સાથેની પ્રથમ કારોબારી મળી રહી છે. કારોબારીનું અધ્યક્ષ સ્થાન સમિતિના અધ્યક્ષ અર્જુન ખાટરિયા સંભાળશે. વર્તમાન કારોબારી સમિતિની મુદત પુરી થતા પૂર્વેની આ અંતિમ કારોબારી બેઠક બની રહે તો નવાઈ નહીં.(૨-૨૫)

(4:20 pm IST)