Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગોંડલ રોડના ૧૭ દુકાનધારકો પાસેથી ૮ કિલો પ્લાસ્ટીક જપ્તઃ ૭ હજારોનો દંડ

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરનાં ગોંડલ રોડ પરનાં વેપારીને ત્યાં ચેકીંગ કરતા પાન, ટી સ્ટોલ, ફરસાણ,સ્ટેશનરી સહિતનાં ૧૭ દુકાનધારકો પાસેથી ૮ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યુ હતુ.આ કામગીરી નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઇ જિંંજાલા સહિતનાં કર્મચારી દ્વારા કરવામાં આવી હતી તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ હતુ

(4:19 pm IST)