Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જાહેર ફંક્શનોમાં હવામાં ફાયરીંગ કરવું જાણે નવો ટ્રેન્ડ બની ગયો : લગ્નના ફુલેકામાં હવામાં ખુલ્લેઆમ ગોળીબાર કરતા લોકોનો રાજકોટનો આવો એક વિડીયો થયો વાયરલ : પોલીસે તપાસ શરુ કરી

રાજકોટ:  લગ્ન પ્રસંગ હોય કે ડાયરો હવે હવામાં ફાયરિંગ કરવું એ જાણે ફેશન થઈ ગઈ હોય તેવી લાગી રહ્યું છે. રાજ્યમાં અવાર નવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં વરરાજાની ગાડીમાંથી અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.

ફાયરિંગનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ધૂમ મચાવી રહ્યો છે. લગ્નના વરઘોડાના આ વીડિયોમાં રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ થતું જોવા મળી રહ્યું છે. ઓડી કારનો ડ્રાઈવર ગાડી ચલાવવાની સાથે સાથે હવા ફાયરિંગ કરી રહ્યો છે. આ કાર રાજકોટ પાસિંગની હોવાનું સામે આવ્યું છે. જેથી આ કાર રાજકોટની જ હોવાનું લાગી રહ્યું છે. આ વીડિયોમાં 2 લોકો હવામાં ફાયરિંગ કરી રહ્યાં છે. આ ઓડી ગાડીના નંબર GJ03 JR4714 છે. ઓડી કાર વિક્રમ નામથી રજીસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફાયરિંગ કરનાર શખ્સનું નામ સાગર જરીયા હોવાનું સામે આવ્યુ છે. જો કે હાલ તો આ સમગ્ર મામલે પોલીસે આ વીડિયો મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

(3:28 pm IST)