Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ભાવનગર રોડ પર બીભત્સ ચેનચાળા કરતી બે મહીલા પકડાઇ

રાજકોટ તા ૨ : ભાવનગર રોડ, ચુનારાવડ ચોક પાસે અને જાહેર શોૈચાલય પાસેથી બે મહિલાને જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતા થોરાળા પોલીસે પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. પી.ડી. જાદવ તથા નારણભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભાવનગર રોડ,ચુનારાવાડ ચોક રોડ ઉપર આવતા જતા રાહદારીઓને હાથ લંબાવી આંખો વડે ઇશારા કરી જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતી સુનીતા મીનાઇ વિશ્વાસ (ઉ.વ. ૩૦) રહે. ગંજીવાડા મૂળ વેસ્ટ બંગાળ ને પકડી લીધી હતી તથા પી.એસ.આઇ આર.એમ. કોટવાલ તથા વિજયભાઇ મેતાએ ભાવનગર રોડ જાહેર શોૈચાલય પાસે બીભત્સ ચેનચાળા કરતા તારાબીબી રમેશ રાઘાણી (ઉ.વ.૩૫) (રહે. લાખાજીરાજ ઉદ્યોગનગર-૮ મુળ કલકતાના દુર્ગાપુર) ને પકડી લીધી હતી.

ચાર સ્થળે દેશી દારૂના દરોડા

માલીયાસણ ખેરડી રોડ પર ઝુપડામાં કુવાડવારોડ પોલીસે દરોડો પાડી રૂ ૪૦ નો દેશી દારૂ કબજે કર્યો હતો જયારે શારદા જયંતી જપાણીયાની શોધખોળ હાથ ધરી છે બીજા દરોડામાં વરૂણ કોલ્ડ સ્ટોરેજ પાસે યુવરાજનગર મફતીયા પરામાં આજીડેમ પોલીસે દરોડો પાડી રૂ ૧૨૦ નો દેશી દારૂ કબજે કરી હોભા પ્રવિણ સોલંકીની અને શોભાના ઘર પાસેથી રૂ ૧૪૦ જો દેશી દારૂ મળી આવતા ગીતા જયંતી પરમારની શોધખોળ હાથ ધરી છે. જયારે ચોથા દરોડામાં તાલુકા પોલીસે કણકોટ મેઇન રોડ પરથી મધુ જેન્તી જંજવાડીયાને રૂ ૮૦ નો દેશી દારૂ તથા મોટા મવા ગામમાંથી અર્જુન ઉર્ફે રાજુ વેરસીભાઇ માધાસરીયા ને રૂ ૧૦૦ ના દેશી દારૂ સાથેપકડી લીધા હતા તથા મોટા મવાગામ પાસેથી રૂ ૬૦ નો દેશી દારૂ મળી આવતા બેના ધીરૂ મંદુરીયાની શોધખોળ હાથ ધરી છે(૩.૬)

 

(2:38 pm IST)