Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મવડી હેડ કવાટર પાસેથી દાઉદ અને હિરેન ચાર ચોરાઉ મોબાઇલ સાથે પકડાયા

ગોંડલનો દાઉદ દયાલા અને રાજકોટનો હિરેન કારેલીયાની ધરપકડ

રાજકોટ, તા.૨: મવડી હેડકવાટર નજીક સ્પીડ વેલ પાર્ટીપ્લોટ પાસેથી બાતમીના આધારે તાલુકા પોલીસે ગોંડલનો મેમણ અને રાજકોટના લુહાર શખ્સને ચાર ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકના પીએસસાઇ વી.એસ. વણજારાની સુચનાથી પી.એસ.આઇ એન.ડી.ડામોર, હેડ કોન્સ. એચ.ડી.ચુડાસમા, એ.કે. કવાડીયા, હિરેનભાઇ નગીનભાઇ, ગોપાલસિંહ, ભૂપેશભાઇ, નરેન્દ્રભાઇ તથા રાહુલભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોપાલસિંહ, ચંદ્રરાજસિંહ તથા સતીષભાઇને મળેલી બાતમીના આધારે મવડી પોલીસ હેડ કવાટર નજીક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી ગોંડલ ગુંદાળા શેરીમાં રહેતો હાઉદ યાકુલભાઇ દયાલા (ઉ.વ.૨૪) અને સાંગણવા ચોક કોટક શેરીનં.૪ માં રહેતા હિરેન રમેશભાઇ કારેલીયા (ઉ.વ.૩૫)ને ચાર ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધા હતા.(૨૨.૯)

 

(2:37 pm IST)