Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પત્નિ સાથે પૈસા માટે ચડભડ થતાં ગોંડલના વાડધરીમાં રફિકભાઇએ ગળાફાંસો ખાધો

પત્નિ જોઇ જતાં જીવ બચી ગયોઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨: ગોંડલના વાડધરીમાં પત્નિએ ઘર ખર્ચ માટે પૈસા માંગતા તે બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં મુસ્લિમ આધેડે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

વાડધરી રહેતાં રફિકભાઇ ઇસ્માઇલભાઇ જૂણેજા (ઉ.૪૫)એ સાંજે લાકડાની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પત્નિ મુમતાઝબેન જોઇ જતાં નીચે ઉતારી લીધા હતાં. ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાર્યવાહી કરી હતી.

રફિકભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે અને પાંચ બહેનના એક જ ભાઇ છે. સંતાનમાં એક પુત્ર છે. પત્નિએ તેની પાસે ઘર ખર્ચના પૈસા માંગતા બોલાચાલી થતાં માઠુ લાગી જવાથી તેણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. (૧૪.૫)

(2:37 pm IST)