Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

રાજકોટમાં મે માસમાં એચડીએફસી બેંકના ભરણામાં ૧૧૨ જાલીનોટો ઘુસાડી દેવાઇ

૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નકલી નોટો કોણ ભરી ગયું?: એસઓજીએ આદરી તપાસ

રાજકોટ તા. ૨: શહેરની બેંકોમાં અવાર-નવાર ભરણામાં જાલીનોટો ઘુસાડી દેવામાં આવે. છે. એચડીએફસી બેંકની શાખામાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦ અને ૨૦૦૦ના દરની કુલ ૧૧૨ જાલીનોટો મળતાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

આ બારામાં રામકૃષ્ણનગર-૧૪ રોયલ પેલેસ શેરીમાં રહેતાં બેંકના અધિકારી હિતેષભાઇ ચંદ્રશંકરભાઇ જોષી (ઉ.૪૭)ની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે આઇપીસી ૪૮૯ (ખ) મુજબ ગુનો નોંધ્યો છે. હિતેષભાઇએ જણાવ્યા મુજબ રાજકોટ શહેરની એચડીએફસી બેંકની જુદી-જુદી શાખાના ભરણામાં ગત મે મહિના દરમિયાન અજાણ્યા ગ્રાહકો જે ચલણી નોટો ભરપાઇ કરી ગયા છે તેમાં રૂ. ૨૦૦૦ના દરની ૬ નોટો, રૂ. ૫૦૦ની ૧, રૂ. ૧૦૦ની ૮૩, રૂ. ૫૦ની ૧૮, રૂ. ૨૦ની ૩ અને રૂ. ૧૦ની ૧ નકલી નોટનો સમાવેશ થાય છે. 

આ બારામાં વિશેષ તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.

(12:49 pm IST)