Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

આજી જીઆઇડીસી અને આરટીઓના પાર્કિંગમાંથી બે બાઇકની ઉઠાંતરી

રાજકોટ તા. ૨: સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર શિવનગર પાવન પાર્કમાં રહેતાં સચિન વિનોદભાઇ પંચાસરા (ઉ.૨૪)ના મિત્રનું હોન્ડા જીજે૩બીએચ-૬૯૭૫ રૂ. ૧૫ હજારનું કોઇ આજી જીઆઇડીસી વિકટર એન્જિનીયર પાસેથી ચોરી જતાં થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં કોર્ટ પાસે ડો. રાદડીયાની હોસ્પિટલ નજીક રહેતાં સુરેશભાઇ લક્ષમણભાઇ ભાખોતરાનું હોન્ડા જીજે૩સીડી-૧૦૫૪ રૂ. ૨૦ હજારનું કોઇ આરટીઓ અંદર પાછળના ભાગના પાર્કિંગમાંથી કોઇ ચોરી જતાં બી-ડિવીઝનના ખોડુભા જાડેજાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(12:48 pm IST)