Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

રેસકોર્ષમાં ભેળ-પૂરીની રેકડીમાં આગ લાગતા ૩૦ હજારનું નુકસાન

રાજકોટ, તા. ર : રેસકોર્ષના ગ્રાઉન્ડમાં ફનવલ્ડના ગેઇટ પાસે આવેલી ભેળ-પૂરીની રેકડીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ રેસકોર્ષના ગ્રાઉન્ડમાં ફનવલ્ડના ગેઇટ પાસે આવેલી ભેળ-પૂરીની રેકડીમાં રાત્રે અચાનક આગ લાગતા માલીક દિનેશભાઇ તુલશીભાઇ તૈલીએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં રેકડીમાં પડેલી ચીજવસ્તુઓ બળી ગયા હતા. રેકડીમાં પ્રાઇમસ ચાલુ રહી જતા આગ લાગી હતી તેમાં ૩૦ હજારનું નુકસાન થયું હોવાનું રેકડીના માલીકે જણાવ્યું છે.

(11:35 am IST)