Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ભારત વિકાસ પરિષદ નટરાજ નગરની નવી કારોબારી

પ્રમુખપદે સંજયભાઇ કોટકઃ ત્રિવિધ પ્રકલ્પોમાં સંસ્થા સક્રિયઃ ઉચ્ચમુલ્યો પ્રસ્થાપિત કરવાનો ઉદ્દેશ

ભારત વિકાસ પરિષદ નટરાજ નગરના નવા હોદ્દેદારો તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.રઃ ભારત વિકાસ પરિષદ નટરાજ નગરની નવી કારોબારીની રચના થઇ છે. નવા હોદ્દેદારો આજે ''અકિલા''ની મુલાકાતે આવ્યા હતા.

ભારત વિકાસ પરિષદ નટરાજનગર શાખા ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશી છે. ત્યારે રાજકોટમાં કુલ પાંચ તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ રર શાખાઓ ધરાવતી ભારત વિકાસ પરિષદ બિનરાજકીય, નિસ્વાર્થ, સમાજસેવી, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય સંગઠન છે.

તાજેતરમાં વર્ષ ૨૦૧૯-૨૦ની નવી કારોબારીની રચના કરવામાં આવેલ જેમાં પ્રમુખપદે શ્રી સંજયભાઇ કોટક મંત્રીપદે શ્રી મનીષભાઇ ભાયાણી, ખજાનચી તરીકે શ્રીમતી ડોલીબેન લાઠીયા તથા મહિલા સંયોજીકા તરીકે શ્રીમતી ક્રિષ્નાબેન કોટકની વરણી કરવામાં આવી હતી. શ્રી વિનોદભાઇ લાઠીયાની સૌરાષ્ટ્ર  કચ્છ પ્રાંતમાં મહામંત્રી તરીકેની જવાબદારી છે.

નટરાજનગર શાખા દ્વારા દર વર્ષે સંસ્થાનાં પ્રકલ્પો 'ભારત કો જાનો' સ્પર્ધા રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા, તથા ગુરૂવંદના છાત્ર અભિનંદનનું ખુબ જ ઉત્સાહપૂર્વક અનેક શાળાઓમાં કરવામાં આવે છે. તદુપરાંત યુપીએસસી, જીપીએસસીની તૈયારીનાં કલાસો, મહિલાઓ માટે યોગ શિબીર, ચિકીત્સા શિબીર, શિષ્યવૃતિ, વ્યાજબી દરે ચોપડા વિતરણ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.

સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ જેવા ઉચ્ચ મુલ્યો દ્વારા રાષ્ટ્ર ભાવનાને સમાજમાં પ્રબળ કરવી તે ભારત વિકાસ પરિષદનો ઉદ્દેશ્ય છે.

નટરાજનગર શાખા કારોબારીમાં  પ્રમુખપદે સંજયભાઇ કોટક, ઉપ પ્રમુખપદે ડો. ભાવિનભાઇ ધમસાણીયા, મંત્રીપદે મનીષભાઇ ભાયાણી, સહમંત્રીપદે ડો. ધારાબેન ધમસાણીયા, સહમંત્રી પદે વિવેકભાઇ સંપટ, ખજાનચી પદે ડોલીબેન લાઠીયા, મહિલા સંયોજીકા પદે ક્રિષ્નાબેન કોટક, મહિલા સહ સંયોજીકા પદે  અીમતાબેન ગોસ્વામી, મહિલા સહ સંયોજીકા પદે નીપાબેન ભાયાણી, ભારત કો જાનો સંયોજક પદે ભાવિનભાઇ સીતાપરા, સહસંયોજક પદે ચંદ્રેશભાઇ કાચા, સહ સંયોજક પદે રશ્મિબેન મારડિયા, રાષ્ટ્રીય સમુહ ગાન સ્પર્ધા સંયોજકપદે વિવેકભાઇ સંપટ, સહ સંયોજક પદે રશ્મિબેન ગોૈસ્વામી, સહ સંયોજક પદે શ્રુતિબેન છત્રાળા, ગુરૂ વંદન છાત્ર અભિનંદન સંયોજક પદે સંજયભાઇ મહેતા, સહ સંયોજક પદે કેતનભાઇ ગોંડલીયા, સહ સંયોજક પદે સમીરભાઇ દાવડા, ગ્રામ વિકાસ યોજના સંયોજક પદે ડો. ભાવિનભાઇ ધમસાણીયાની વરણી થઇ છે. સંસ્થા અંગે વધારે માહિતી માટે મો. ૯૪૨૭૨ ૨૯૬૫૪, ૯૨૨૭૬ ૬૨૫૨૨ નંબર પર સંપર્ક થઇ શકે છે.

(3:33 pm IST)