Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

CBSE ધો. ૧૨નું ૮૩.૪% પરિણામ જાહેર : યુપીની બે વિદ્યાર્થીનીઓ ૪૯૯/૫૦૦ ગુણ મેળવી ટોપર

વિદ્યાર્થીઓ cbse.nic.in પરથી પોતાનું પરિણામ જાણી શકે છે : રાજકોટની શાળાઓનો ઉત્કૃષ્ટ દેખાવ

રાજકોટ તા. ૨ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE)નું ધો.૧૨નું  તમામ ઝોનનું એક સાથે પરિણામ જાહેર કરી દેવાયું છે. સ્ટુડન્ટ્સ સીબીએસઈની વેબસાઈટ cbse.nic.in પરથી પોતાનું પરિણામ જાણી શકે છે. સીબીએસઈનું દેશનું ઓવરઓલ પરિણામ ૮૩.૪ ટકા જાહેર થયું છે.

અગાઉ સીબીએસઈએ જાહેરાત કરી હતી કે આ પરિણામની જાહેરાત મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં કરવામાં આવશે જોકે આજે એક સાથે તમામ ઝોનના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાંથી સીબીએસઈના ધોરણ ૧૦ અને ૧૨માં ૩૧,૧૪,૮૨૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશના ૪,૯૭૪ સેન્ટર પર અને વિદેશના ૭૮ સેન્ટર પર આ પરીક્ષા લેવામાં આવી હતી.

રાજકોટમાં દિલ્હી પબ્લીક સ્કુલ, રાજકુમાર કોલેજ, સર્વોદય સ્કુલ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય સહિત ૮થી વધુ શાળાઓનું ઉત્કૃષ્ઠ દેખાવ રહ્યાનું જાણવા મળે છે.

સીબીએસઈના ચેરપર્સન અનિતા કરવાલે જણાવ્યું હતું કે અમે ટોપર જાહેર નથી કરતા તેમ છતાં ટોપ ૫ વિષયોના ગુણ મળીને ઉત્તર પ્રદેશની બે વિદ્યાર્થિની હંસિકા શુકલા, ડીપીએસ મેરઠ ગાઝિયાબાદ , કરિશ્મા અરોરા એસપી પબ્લિક સ્કૂલ મુઝફફરનગરની વિદ્યાર્થિનીઓએ ૪૯૯ માકર્સ મેળવીને બાજી મારી હતી જયારે ૪૯૮ માર્કસ સાથે બીજા ક્રમે પણ ત્રણ વિદ્યાર્થિનિઓ જ રહી હતી.

સીબીએસઈમાં સૌથી વધુ પરિણામ ત્રિવેન્દ્રમ કેન્દ્રનું ૯૮.૨ ટકા પરિણામ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન દ્વારા વર્ષ ૨૦૨૦થી મેથ્સ અને ઇંગ્લિશ વિષયની ટુ લેવલ એકઝામ થશે. જેના મુજબ વિદ્યાર્થીઓએ ફકત ૮૦ માર્કસની જ પરીક્ષા આપવાની રહેશે જયારે બાકીના ૨૦ માકર્સ ઇન્ટરનલ ટેસ્ટ્સના માર્કસના આધારે આપવામાં આવશે.

(8:44 pm IST)