Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સતા વગર ટળવળતા માજી કુલપતિ ચૌહાણના સીન્‍ડીકેટ પદ માટે ધમપછાડા

આને કહેવાય કાકો મટી ભત્રીજો બનવા હવાતીયા

રાજકોટઃ સતાનો નશો માણસોને ઉતરતા ઘણી વાર લાગે છે. સતાનો સ્‍વાદ ચાખી ગયેલા અનોખી પ્રતિભા સમા લોકો એક જ ક્ષણમાં ગમે તેવી વિશાળ સતાને લાત મારી દેતા હોય છે. પરંતુ સતાનો નશો ઉતરવો તે પણ નસીબ બળવાન હોય તેને જ પ્રાપ્ત થાય છે.

ઉચ્‍ચ શિક્ષણમાં સર્વોચ્‍ચ પદ અને ગૌરવાંકિત ગણાતું કુલપતિ અને કુલગુરૂ પદ છે. આ સ્‍થાન ઉપર સાડા ત્રણ વર્ષ એક હથ્‍થુ રાજ કરનાર  પુર્વ કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે સીન્‍ડીકેટની ચુંટણી લડવા ઇચ્‍છા વ્‍યકત કરી છે અને તેના નિર્ણાયક મત અંકે કરવા કાર્ય કરી રહયાની ચર્ચા ચાલી છે.

સામાન્‍ય રીતે અગાઉના કુલપતિઓ ડો. કનુભાઇ માવાણી, કમલેશ જોશીપુરા, મહેન્‍દ્ર પાડલીયા સહિતનાએ તેનો કાર્યકાળ પુર્ણ થયા બાદ કદી મુખ્‍ય વહીવટી વિભાગમાં કે સેનેટ કે સીન્‍ડીકેટમાં નજર પણ નાખી નથી. હાલ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં માજી કુલપતિ ચૌહાણની ઉમેદવારીને નેહલ શુકલ જુથ પુર્ણ સહયોગ કરી રહયું છે.

(4:26 pm IST)