Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા સાત શ્રેષ્ઠીઓનું ગારડી એવોર્ડ આપી સન્માન

રાજકોટ : સમર્પણ ચેરટેબલ ટ્રસ્ટ સંચાલિત 'દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ' દ્વારા છેલ્લા ૭ વર્ષથી સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રે કામ કરતા અને સેવા તથા દાનની સરવાણી વહાવતા સેવકોને પૂ. દિપચંદ ગારડી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ સાત શ્રેષ્ઠી સેવકોને ગારડી એવોર્ડથી સન્માનીત કરવાનો જાજરમાન કાર્યક્રમ તાજેતરમાં દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ઓડીટોરીયમમાં શહેરના લબ્ધપ્રતિષ્ઠત લોકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. કમલભાઇ ડોડીયા, જાણીતા બિલ્ડર હર્ષદભાઇ માલાણી, સ્મિતભાઇ કનેરીયા, યુવા અગ્રણી કેળવણીકાર ડો. નિદત બારોટ, જસદણના માી ધારાસભ્ય ભરતભાઇ બોઘરા, જમીન મકાનના ધંધાર્થી સુભાષભાઇ બોદર, અગ્રણી ઉદ્યોગપતિ વલ્લભભાઇ સતાણી, ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ ૨૦૧૮ માં ગારડી એવોર્ડ મેળવનાર સેવાવ્રતીઓ રૂપેશભાઇ માદેકા (રોલેકસ ઇન્ડસ્ટ્રીઝ), રામભાઇ મોકરીયા (મારૂતી કુરીયર), ડો. હર્ષદભાઇ પંડીત (વનવાસી કલ્યાણ પરિષદ), જયેશભાઇ સોરઠીયા (રકતદાન અને સેવા ક્ષેત્ર), મનસુખભાઇ સુવાગીયા (જળક્રાંતિ), રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર  (સેવા ક્ષેત્ર), જીવદયા ગ્રુપ (અબોલ જીવોની સેવા માટે) નું સન્માન કરાયુ હતુ. દરમિયાન દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના સ્થાપક અને યુવા અગ્રણી મુકેશભાઇ દોશી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં વિજેતા બનતા તેમનું વિશેષ બહુમાન કરાયુ હતુ. પ્રારંભે સ્વાગત ઉપેનભાઇ મોદીએ અને સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન ડો. ભાવના મહેતાએ કરેલ. અંતમાં આભારવિધિ દર્શન સુનીલ વોરાએ કરેલ.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુકેશ દોશીના નેતૃત્વમાં નલીન તન્ના, સુનિલ વોરા, હસુભાઇ રાચ્છ, હરેશ પરસાણા,  હસુભાઇ શાહ, સુનિલભાઇ મહેતા, ઉપેન મોદી, અલ્કા પારેખ, ચેતના પટેલ, નિશા  મારૂ, રૂપા વોરા, કાશ્મીરા દીશા, પ્રીતિ વોરા, કલ્પના દોશી, ગીતાબેન પટેલ, છાયાબેન મહેતા, અંજુબેન સુતરીયાએ જહેમત ઉઠાવી હતી.

(4:25 pm IST)